VADODARA : પિત્ઝા કરતા જલ્દી આધાર કાર્ડની "ડિલીવરી", 15 મીનીટમાં મળ્યું ઓળખપત્ર
VADODARA : દુનિયાભરમાં જાણીતી પિત્ઝા ફૂડ ચેઇન દ્વારા દાવો કરવામાં આવે છે કે, 30 મિનિટમાં પિત્ઝાની ડિલીવરી, નહીં તો ફ્રી. પરંતુ સરકાર દ્વારા તો તેનાથી અડધા સમયમાં જ લોકોને ઓળખ પત્ર આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જે જોતા લાગે છે કે, ઘરે પિત્ઝાની ડિલીવરી પહોંચે તે પહેલા જ તમને સરાકરી ઓળખ પત્ર મળી શકે તેવી અસરકારક રીતે તંત્ર કામ રહી રહ્યું છે. વડોદરા જિલ્લા વહીવટી (VADODARA DISTRICT ADMINISTRATION) તંત્રના ઉપક્રમે શહેરની ચારેય ઝોનની મામલતદાર કચેરીઓ દ્વારા તમામ વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ (SEVA SETU - VADODARA) કાર્યક્રમમાં નાગરિકોના સરકારી કાગળ સમયસર કાઢી આપવામાં આવે છે. આ કાર્યક્રમની લાભાર્થીએ પ્રશંસા કરી હતી.
૬ મહિનાની દીકરીને સાથે લઈને આવી
સેવા સેતુ કાર્યક્રમમાં ખૂબ જ અહોભાવ સાથે લાભાર્થી સ્તૃતિબેન જણાવી રહ્યા છે કે, હું મકરપુરાની રહેવાસી છું. મેં આધારકાર્ડ માટે બે-ત્રણ જગ્યાએ ગઈ હતી પરંતુ ત્યાં લાઈનમાં ઊભી રહી હતી છતાં પણ મારૂ આધારકાર્ડ બન્યુ ન હતું.જ્યારે મને સેવા સેતુ કાર્યક્રમની જાણ થઈ એટલે મેં મારી સાથે મારી ૬ મહિનાની દીકરીને સાથે લઈને આવી હતી. અહીંયા કોઈપણ પ્રકારની લાઈનમાં ઊભું રહેવું પડ્યું નથી અને મારા હાથમાં ૧૫ જ મિનિટમાં આધારકાર્ડ બનીને આવી ગયું હતું.
મુશ્કેલી વગર સરકારી કાગળ મળી જાય
વધુમાં લાભાર્થી કહે છે કે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે તો આ કાર્યક્રમ ખુબ જ લાભદાયી રહ્યો છે. લાભાર્થી જેના હક્કદાર છે તેવા લાભો પૂરતી સંવેદના સાથે હાથો હાથ અને કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર સેવા સેતુના કાર્યક્રમ થકી સરકારી કાગળ મળી જાય છે.
સેવા સેતુ કાર્યક્રમમાં લાઈનમાં ઊભું રહેવું પડ્તું નથી લાભાર્થી થયા ખુશ
સેવા સેતુ કાર્યક્રમની વિશેષતા એ છે કે, તમે માત્ર જરૂરી દસ્તાવેજ લઈ આવો એટલે મોટાભાગના સરકારી કચેરી સંબંધિત કામ એક જ સ્થળ ઉપર તેનું નિરાકરણ આવી જાય છે. મારે મારી દીકરીનું કાસ્ટ સર્ટીફિકેટ કડાવવાનું હતું. આ માટે મેં જરૂરી ડૉક્યુમેન્ટ સાથે લઈને આવ્યો હતો. અહીંના ફરજ પરના અધિકારીને આપ્યાં એટલે એમને જરૂરી ડૉક્યુમેન્ટ માગ્યા હતા. મારા હાથમાં ગણતરીની મિનિટમાં જ મારી દીકરીનું કાસ્ટ સર્ટિફિકેટ આવી ગયું હતું.સામાન્ય રીતે આ કામ કરવા માટે અરજી આપવાથી માંડીને ઘણી લાંબી પ્રક્રિયા થતી હોય છે જે સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગણતરીની મિનિટોમાં પતાવટ થઈ ગયું.
સરકારી કચેરી સંબંધિત કામ અંગે ઘણી મુંજવણ
લાભાર્થી સંજયભાઈ સોલંકીનું કહેવું છે કે, મારે મારી દીકરીના કાસ્ટ સર્ટિફિકેટ કડાવવા માટે સેવા સેતુમાં આવ્યો હતો. અહીં મારૂ કામ ગણતરીની મિનિટોમાં જ થઈ ગયું હતું. આની સાથે મારો આવકનો દાખલો પણ નીકળી ગયો છે. સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી સામાન્ય લોકો સરકારી કચેરી સંબંધિત કામ અંગે ઘણી મુંજવણ અને મુશ્કેલીઓ અનુભવતા હોય છે. પરંતુ સેવા સેતુ કાર્યક્રમમાં તેમના કામો-પ્રશ્નોનું સમાધાન ત્વરિત અને સરળતાથી જવાબ મળી રહે છે. જનકલ્યાણની ભાવના સાથે અમલી યોજનાઓના લાભ તેમને સેવા સેતુમાં પ્રમાણિક પદ્ધતિથી હાથોહાથ મળી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : વડોદરા-અમદાવાદ વચ્ચેના રેલવે ટ્રેક પર "કવચ સિસ્ટમ"નું સફળ ટ્રાયલ