Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : 1 હજાર દિકરીઓને સ્વરક્ષણ માટે જુડો-કુશ્તીની ટ્રેઇનીંગથી સજ્જ કરશે ગરબા આયોજકો

VADODARA : વડોદરા (VADODARA) માં મારી દીકરી મારા આંગણેના વિચાર સાથે સારા ફાઉન્ડેશન દ્વારા સનફાર્મા રોડ ખાતે છેલ્લાં સાત વર્ષથી શેરી ગરબાનું આધુનિકરણ કરીને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે સશક્ત નારી, સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ ગરબાનું...
02:19 PM Sep 19, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં મારી દીકરી મારા આંગણેના વિચાર સાથે સારા ફાઉન્ડેશન દ્વારા સનફાર્મા રોડ ખાતે છેલ્લાં સાત વર્ષથી શેરી ગરબાનું આધુનિકરણ કરીને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે સશક્ત નારી, સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ ગરબાનું આયોજન કરાશે. આ સાથે જ શ્રી પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા, શાસ્ત્રી પોળના સંયુક્ત ઉપક્રમે ૧૦૦૦ થી વધારે દીકરીઓને ૧૫ દિવસની ખાસ જુડો અને કુસ્તીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે, તેવી જાહેરાત આયોજકો દ્વારા કરવામાં આવી છે.

સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ ગરબા યોજાશે

જેના ખાતમુર્હુત પ્રસંગે માહિતી આપતા સારા ફાઉન્ડેશનના પ્રમુખ અનિલસિંહ ચૌહાણ અને ઉપ પ્રમુખ મિતેષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, સનફાર્મા રોડની ૧૪૦ થી વધારે સોસાયટીઓના સમૂહ દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જેમાની મુખ્ય ગણાય તેવી પ્રવૃત્તિ છે માં જગદંબાની આરાધના છે. આ વર્ષે સશક્ત નારી, સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ ગરબા યોજાશે.

દીકરીઓને સશક્ત કરવાનો પ્રયાસ

વધુમાં તેમણે જણાવ્યું કે, આ હેઠળ સારા ફાઉન્ડેશન અને શ્રી પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા, શાસ્ત્રી પોળના સંયુક્ત ઉપક્રમે ૧૦૦૦ થી વધારે દીકરીઓને ૧૫ દિવસની ખાસ જુડો અને કુસ્તીની તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. દેશમાં દીકરીઓ ઉપર અમાનુષી વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે શહેરની દીકરીઓને સશક્ત કરવાના પ્રયાસ માટે અમે આ બીડું ઉપાડ્યું છે. આ સાથે સ્વ-રાગ મ્યૂઝિક ગ્રૂપના જયરાજ જોષી, લિપી રાઠોડ અને સરસ્વતી દુધરેજીયાના મધુર કંઠે દીકરીઓ સુરક્ષિત ગરબા રમી શકે તેવું આયોજન પણ કરાયું છે.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાની સભામાં શાસક-વિપક્ષ વચ્ચે માત્ર "નિવેદનબાજી"

Tags :
defensefreeGarbagirlsorganizerprovidesaraselfthousandtoTrainingVadodara
Next Article