VADODARA : ડિકંપોઝ મળી આવેલા મહિલાના મૃતદેહની તપાસમાં દુષ્કર્મ બાદ હત્યાનું તારણ
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા શિનોર પોલીસ મથક (SHINOR POLICE STATION) માં 4, સપ્ટેમ્બરના રોજ વિદ્યાબેન રમેશભાઇ વસાવા (રહે. શિનોર ગામ, મોન્ટર્સ નૌકા તાલીમ કેન્દ્ર, કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર કમ્પાઉન્ડ) ગુમ થયા હોવાનું અને મૃતદેહ શિનોર ગામની સિમમાં પટાણ વગામાં કોતર ઝાડી ઝાંખરામાંથી મળી આવી આવ્યો હોવાનો મામલો સપાટી પર આવ્યો હતો. જે મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રેમ સંબંધ રાખવા માટે ભાભીને દબાણ કરતા હતા
ગ્રામ્ય એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને જુદી જુદી દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રવિણભાઇ શનાભાઇ વસાવા, કિરણભાઇ શનાભાઇ વસાવા, ગંગારામ ગંગુભાઇ વસાવા અને ચુનીલાલ મંગળદાસ (તમામ રહે, કંજેઠા, સપના ફળિયુ, શિનોર) ની સંડોવણી જણાઇ આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક મહિલા કિરણભાઇ શનાભાઇ વસાવાના સગા ભાભી થતા હતા. ભાભીને અન્યત્રે પ્રેમ સંબંધ હોવાનો તેને વ્હેમ હતો. તે પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે ભાભીને દબાણ કરતા હતા. પરંતુ તેઓ વશ થતા ન્હતા.
ટોપ ઉતારી તેના વડે જ તેઓને ટુંપો દેવામાં આવ્યો
જેથી ભાભીને સબક શિખવાડવા માટે અને કોઇ પણ ભોગે વશમાં કરવા માટે તમામે મોન્ટર્સ નોકા તાલીમ કેન્દ્રમાં પ્રવેશ કરીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ મહિલા તેઓના ચુંગાલમાંથી નાસી જતા તેનો પીછો કરીને પકડી પાડવામાં આવી હતી. અને બાદમાં તેઓનો ઝાડી ઝાંખરમાં લઇ જઇ ફરી વધક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને આ બાબાતની જાણ તે કોઇને ના કરે તે માટે મૃતકનું ટોપ ઉતારી તેના વડે જ તેઓને ટુંપો દેવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું મોત નિપજ્યું હતું.
વધુ કાર્યવાહીની હાથ ધરવામાં આવી
આખરે ઉપરોક્ત મામલે પ્રવિણભાઇ શનાભાઇ વસાવા, કિરણભાઇ શનાભાઇ વસાવા, ગંગારામ ગંગુભાઇ વસાવા અને ચુનીલાલ મંગળદાસ (તમામ રહે, કંજેઠા, સપના ફળિયુ, શિનોર) ની ધરપકડ કરીને વધુ કાર્યવાહીની હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : પડીકીના પૈસાની લાલચે શખ્સે ભગવાનને પણ ના છોડ્યા