Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 15 ગામોમાં જૈવિક કચરાના વ્યવસ્થાપન માટેની તૈયારીઓ શરૂ

VADODARA : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દરરોજ અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આજે વડોદરા (VADODARA DISTRICT) જિલ્લાના પાદરા (PADRA) , સાવલી (SAVLI) , કરજણ (KARJAN) , વડોદરા (VADODARA) , વાઘોડિયા (WAGHODIA) , શિનોર (SHINOR) અને ડભોઇ...
vadodara   15 ગામોમાં જૈવિક કચરાના વ્યવસ્થાપન માટેની તૈયારીઓ શરૂ

VADODARA : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દરરોજ અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આજે વડોદરા (VADODARA DISTRICT) જિલ્લાના પાદરા (PADRA) , સાવલી (SAVLI) , કરજણ (KARJAN) , વડોદરા (VADODARA) , વાઘોડિયા (WAGHODIA) , શિનોર (SHINOR) અને ડભોઇ (DABHOI) તાલુકાનાં ૧૫ ગામોમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઘન જૈવિક કચરાના વ્યવસ્થાપન માટે વ્યક્તિગત શૉક પિટ અને સામૂહિક કમ્પોસ્ડ પિટ ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

Advertisement

વેસ્ટ સિગ્રીગ્રેશન શેડ નું પણ આજરોજ ખાત મુહૂર્ત

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ, જૂની જીથરડી, વડોદરા તાલુકાના સમસાવાદ, વાઘોડિયા તાલુકાના ચાંદપુર, શિનોર તાલુકાના નાના કરાળા અને સતિષણા તથા ડભોઇ તાલુકાનાં મોટા હબીપુરા, સાંઠોદ, થુવાવી અને પીસાઈ ગામમાં સામૂહિક કમ્પોસ્ડ પિટ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે પાદરાના ગણપતપુરા, સાવલીના ભીખાપુરા, કરજણના દિવી અને વડોદરાના આમપાડ ગામમાં વ્યક્તિગત શૉક પિટ નુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે કરજણ તાલુકાનાં નિશાળિયા ગામે ભીના - સૂકા અને જૈવિક અજૈવિક વેસ્ટ સિગ્રીગ્રેશન શેડ નું પણ આજરોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.

ઘન કચરાનું સુચારુ વ્યવસ્થાપન

અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગા અંતર્ગત કાર્યરત સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામીણ) નો મુખ્ય ઉદ્દેશ્ય ફકત સફાઈ જ નહિ પરંતુ ઘન કચરાનું સુચારુ વ્યવસ્થાપન પણ છે. આ અન્વયે જૈવિક કચરાના વ્યવસ્થાપન માટે બનાવમાં આવનાર કમ્પોસ્ડ પિટ અને શોક પિટ માંથી કચરાનો નિકાલ પણ થશે અને તેમાંથી રિસાયકલ ઉત્પાદન ભાગરૂપે જૈવિક ખાતર પણ લોકોને પ્રાપ્ત થશે.

Advertisement

રોજ અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે

આમ સ્વચ્છતા, સાવરણો ઉપાડીને સફાઈ કરતું માત્ર એક અભિયાન જ નહિ પરંતુ એક જીવન શૈલી છે. અભિયાનને લોકો જીવન શૈલી બનાવે તે માટે જનભાગીદારી થકી રોજ અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે અને લોકો ઉત્સાહભેર સ્વચ્છતા શ્રમદાનમાં જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : બ્રેઇન ડેડ વૃદ્ધાના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવન મળશે

Advertisement

Tags :
Advertisement

.