VADODARA : મધ્ય ગુજરાતના 9 જિલ્લામાં કર્મચારીઓને રૂ. 347 કરોડ બોનસ ચૂકવાયું
VADODARA : ઔધોગિક એકમો અને વાણિજય સંસ્થાઓમાં બોનસ (DIWEALI BONUS) ચુકવણી અધિનિયમ,૧૯૬૫ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના શ્રમયોગીઓને તા. ૩૦.૧૧.૨૦૨૪ સુધીમાં બોનસ ચુકવવાની જોગવાઇ છે. વડોદરા રીજીયન હેઠળના વડોદરા, ભરુચ, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં આવેલ કુલ-૮૫૯ ઔધોગિક -વાણિજયક એકમોના કુલ- ૨,૦૨,૪૬૯ શ્રમયોગીઓને દિવાળી પહેલા રૂ. ૩૪૭,૫૨,૬૭,૪૧૩/- (અંકે રૂ ત્રણસો સુડતાલીસ કરોડ બાવન લાખ સડસઠ હજાર ચારસો તેર પુરા) બોનસની ચૂકવણી કરવામાં આવી છે.
તહેવારો પહેલા બોનસ ચુકવાય તેવા સઘન પ્રયત્નો કરાય છે
પરંતુ રાજયનાં એકમો ધ્વારા દિવાળીનાં તહેવારો પહેલા બોનસ ચુકવી આપવાની પ્રથા છે અને તેનાં અનુસંધાને શ્રમયોગીઓને દિવાળીનાં તહેવારો પહેલા બોનસ ચુકવાય તેવા સઘન પ્રયત્નો શ્રમતંત્ર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રમયોગીઓને દિવાળીનાં તહેવારો પહેલા બોનસ ચુકવાઇ તે સંદર્ભે સક્રીય રસ લઇ સધન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું નાયબ શ્રમ આયુક્ત એ.એન.ડોડિયાએ જણાવ્યું છે.
મોડી રાત સુધી બજારોમાં ખરીદી માટે ચહલ પહલ
શ્રમયોગીઓને બોનસની ચૂકવણી કરવામાં આવતા જ દિવાળીની ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. અને બજારમાં રોનક જોવા મળી રહી છે. આમ, તો દિપાવલી પર્વની ઉજવણી થઇ ચુકી છે. ત્યારે મોડી રાત સુધી બજારોમાં ખરીદી માટે ચહલ પહલ જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતી સર્જાઇ છે. તેમાંથી બહાર આવીને હવે લોકો દિપોત્સવી પર્વમાં જોડાઇ રહ્યા હોય, તેવો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે.
વેપારીઓને સારા વેપાર-ધંધાની આશા
તમામ જિલ્લાઓના જુના બજારો હોય કે પછી મોટા મોલ તમામ જગ્યાઓએ લોકોની ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે. જે જોતા વેપારીઓને સારા વેપાર-ધંધાની આશા છે. આમ, નવ વર્ષ તમામ માટે ફળદાયી નિવડે તેવા એંધાણ બજારમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : કાળી ચૌદસે કાળકા માતાના મંદિરે લીંબુ સાથે રાશિફળ ચઢાવી શકાશે