Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પૂરના પાણી પણ શહેરવાસીઓને ગરબે ઘૂમતા અટકાવી ન શક્યા !

VADODARA : વડોદરા (VADODARA) પૂરની પરિસ્થીતીમાંથી બહાર આવી રહ્યું છે. આ વખતે વડોદરા ઐતિહાસીક પૂરનું સાક્ષી બન્યું છે. ત્યારે વડોદરાને ફરી બેઠું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે...
vadodara   પૂરના પાણી પણ શહેરવાસીઓને ગરબે ઘૂમતા અટકાવી ન શક્યા

VADODARA : વડોદરા (VADODARA) પૂરની પરિસ્થીતીમાંથી બહાર આવી રહ્યું છે. આ વખતે વડોદરા ઐતિહાસીક પૂરનું સાક્ષી બન્યું છે. ત્યારે વડોદરાને ફરી બેઠું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે વડોદરાવાસીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં મહિલાઓ ઘૂંટણસમા પાણીમાં ગરબે ઘૂમી રહ્યા છે. આ વીડિયો પરથી વડોદરાવાસીઓના ગરબા પ્રત્યેના પ્રેમનો અંદાજો લગાડી શકાય છે.

Advertisement

ત્રણ દિવસ સુધી પૂરના પાણીએ શહેરમાં ભારે મુશ્કેલી સર્જી હતી

વડોદરા ઐતિહાસીક પૂરની પરિસ્થીતીમાંથી પસાર થયું હતું. જે વિસ્તારોમાં ક્યારે પણ વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસતા ન્હતા, ત્યાં પણ લોકોના ઘરોમાં પાણી આવી ગયા હતા. ત્રણ દિવસ સુધી પૂરના પાણીએ શહેરમાં ભારે મુશ્કેલી સર્જી હતી. જો કે, ધીરે ધીરે વડોદરા પૂરની પરિસ્થીતીમાંથી બહાર આવી રહ્યું છે. અને વડોદરાને ફરી એક વખત ધબકતુ કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ત્યારે વડોદરાવાસીઓના ગરબા પ્રત્યેના પ્રેમની પ્રતિતિ કરાવે તેવો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે.

પૂરના પાણી પણ વડોદરાવાસીઓનો ગરબા પ્રેમ ઓછો ન કરી શક્યો

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઘરની બહારના રસ્તા પર ઘૂંટણસમા પાણીમાં મહિલાઓ, બાળકો, યુવાનો ગોળ વળીને ગરબા રમી રહ્યા છે. પૂરના પાણી વચ્ચે પણ તેમને ગરબા રમવાનો ઉત્સાહ અકબંધ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. અને આ વીડિયોને જોઇને લોકો વિવિધ પ્રકારના પ્રતિભાવો આપી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે, પૂરના પાણી પણ વડોદરાવાસીઓનો ગરબા પ્રેમ ઓછો ન કરી શક્યો, તો કેટલાકનું માનવું છે કે, આ ઘેલછા માત્ર સોશિયલ મીડિયામાં છવાઇ જવા પુરતી જ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પૂરમાંથી બહાર આવેલા શહેરને પુન: ધબકતુ કરવા ગૃહમંત્રીની "રાતપાળી"

Advertisement
Tags :
Advertisement

.