Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઘરઆંગણે રાવણ દહન કરી શકાય તેવો વિકલ્પ ઉપલબ્ધ

VADODARA : આવતી કાલે દશેરા (DUSSEHRA - 2024) પર્વની ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે અત્યાર સુધીમાં જાહેર સ્થળોએ રાવણ દહન કરી શકાય તેવી વ્યવસ્થા હતી. પરંતુ સતત બીજા વર્ષે વડોદરા (VADODARA) માં તમે ઘર આંગણે તૈયાર કરી શકો, તેવા...
vadodara   ઘરઆંગણે રાવણ દહન કરી શકાય તેવો વિકલ્પ ઉપલબ્ધ

VADODARA : આવતી કાલે દશેરા (DUSSEHRA - 2024) પર્વની ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે અત્યાર સુધીમાં જાહેર સ્થળોએ રાવણ દહન કરી શકાય તેવી વ્યવસ્થા હતી. પરંતુ સતત બીજા વર્ષે વડોદરા (VADODARA) માં તમે ઘર આંગણે તૈયાર કરી શકો, તેવા માપના રાવણ, મેઘદૂત અને કુંભકર્ણના પૂતળાઓ તૈયાર કરીને વેચવામાં આવી રહ્યા છે. દાંડિયા બજાર વિસ્તારમાં ફૂટપાથ પર જોવા મળતા આ પૂતળાઓએ અનોખું આકર્ષણ જમાવ્યું છે.

Advertisement

ઘર પાસે નજીકમાં ખુલ્લી જગ્યાએ દહન કરી શકાય છે

અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા. આવતીકાલે દેશભરમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. તે નિમિત્તે જાહેર રાવણ દહનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા ભજવી, બાદમાં સાર્વાજનિક રાવણ દહન કરવામાં આવનાર છે. ત્યારે વડોદરામાં ઘર આંગણે પણ રાવણ દહન કરી શકાય તેવો વિકલ્પ ઉપલબ્ધ છે. કારીગરો દ્વારા અઢી ફૂટથી લઇને સાત ફૂટ સુધીના રાવણ, કુંભકર્ણ અને મેઘદૂતના પૂતળા તૈયાર કરવામાં આવ્યા છે. જેને ઘર પાસે નજીકમાં ખુલ્લી જગ્યાએ દહન કરી શકાય છે.

Advertisement

રૂ. 400 થી લઇને રૂ. 2 હજાર સુધીના રાવણ ખરીદી શકાય તેવો વિકલ્પ ઉપલબ્ધ

પૂતળા બનાવનાર મહિલા ભગવતી બહેન એ મીડિયાને જણાવ્યું કે, ગયા વર્ષે સારો ધંધો થયો હતો. આ વર્ષે અમે તૈયારીઓ કરી છે. આ વખતે પણ સારો ધંધો થાય તેવી આશા છે. આ નાના પૂતળા તૈયાર કરવામાં અમે ચાર મહિના પહેલાથી તૈયારીઓ કરી છે, ત્યારે આ તૈયાર થયા છે. આ વર્ષે અલગ પ્રકારના રાવણ, મેઘદૂત અને કુંભકર્ણના પૂતળા બનાવ્યા છે. સારો ધંધો થઇ જાય તો આવતા વર્ષે આનાથી વધુ અલગ પ્રકારના બનાવીશું. અમે બે વર્ષથી આ પૂતળા બનાવી રહ્યા છે. રૂ. 400 થી લઇને રૂ. 2 હજાર સુધીના રાવણ ખરીદી શકાય તેવો વિકલ્પ ઉપલબ્ધ છે. જેમાં અઢી ફૂટથી લઇને સાત ફૂટ સુધીના પૂતળાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -- VADODARA : LVP ગરબા ગ્રાઉન્ડ મુક્કાબાજીનો અખાડો બન્યું !

Advertisement

Tags :
Advertisement

.