Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સામુહિક દુષકર્મના આરોપીનો પોલીસ કસ્ટડીમાં જીવન ટુંકાવવાનો પ્રયાસ

VADODARA : પોલીસની સમયસુચકતાના કારણે કોઇ અધટિત ઘટના બની નથી. પોલીસ બેદરકાર રહી હોત તો પરિણામ અલગ આવ્યું હોત.
vadodara   સામુહિક દુષકર્મના આરોપીનો પોલીસ કસ્ટડીમાં જીવન ટુંકાવવાનો પ્રયાસ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સિટી પોલીસ મથક (CITY POLICE STATION - VADODARA) માં સામુહિક દુષકર્મના આરોપીને 9 વર્ષ બાદ પકડી પાડવામાં આવ્યો છે. હાલ આ આરોપી સિટી પોલીસ મથકમાં રિમાન્ડ હેઠળ છે. દરમિયાન આરોપીએ લોકઅપમાં જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને પગલે લોકઅપમાં પોલીસ સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે.

પીએસઓની સમયસુચકતાના કારણે ગળે બાંધેલી કાપડની પટ્ટી ખેંચી લીધી

સમગ્ર ઘટનાક્રમને લઇને એસીપી ભોજાણીએ જણાવ્યું કે, સિટી પોલીસ મથકમાં વર્ષ 2016 સામુહિક દુષકર્મની એક ફરિયાદ નોંધાઇ હતી. પોલીસની મહામહેનતથી એક આરોપીને મધ્યપ્રદેશથી દબોચી લેવામાં આવ્યો છે. તે બે દિવસના રિમાન્ડ પર છે. કારણકે બીજા આરોપીઓ પકડવાના બાકી છે. આ આરોપીનું નામ શાંતુ ઇલુ નિનામા છે. રિમાન્ડ દરમિયાન વહેલી સવારે ઓઢવાની ચાદરને ચીરો ફાડીને જીવન ટુંકાવવનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફરજ પર હાજરના પીએસઓની સમયસુચકતાના કારણે ગળે બાંધેલી કાપડની પટ્ટી ખેંચી લઇને તુરંત તેને દવાખાને લઇ જવામાં આવ્યો હતો. આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. આ અંગે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. જીવ બચાવવો પોલીસને પ્રાથમિક મુદ્દો છે. ત્યાર બાદ તેમની તપાસ કરવામાં આવશે.

Advertisement

ડોક્ટર સાથે વાત થયા મુજબ માણસ થોડોક સાઇકીક છે

વધુમાં તેમણે જણાવ્યું કે, આ કેસમાં ઓઢવાની ચાદરનો ચીરે મારીને તેના ટુકડાને ગળે બાંધીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સમયસુચકતાના કારણે કોઇ અધટિત ઘટના બની નથી. પોલીસ બેદરકાર રહી હોત તો પરિણામ અલગ આવ્યું હોત. ડોક્ટર સાથે વાત થયા મુજબ માણસ થોડોક સાઇકીક છે. આરોપીને માનસિક કે શારીરિક ઇજા પહોંચાડવામાં આવી નથી. જો કંઇ હશે, તો મેડિકલ રીપોર્ટમાં આવશે. કોર્ટની ગાઇડલાઇન અનુસાર, 24 કલાકમાં એક વખત આરોપીનું મેડિકલ કરાવવાનું હોય છે. જે આ કેસમાં આગલા દિવસે સાંજે થયું હતું. તેમાં કોઇ ઇજાના નિશાન હતા નહીં. કોઇ પુરાવા રિકવર કરવાના હોય તો પોલીસ પ્રેશર કરી શકે. પરંતુ આ કિસ્સામાં તેવું કંઇ નથી. આરોપીનું નામ ફરિયાદમાં છે, અને તેને પકડી લાવવામાં આવ્યો છે. કોઇ પણ વ્યક્તિની માનસિક સ્થિતી નબળી હોય તેની જાણ તુરંત થતી નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : બિચ્છુ ગેંગના સાગરીતોનો વરઘોડો નીકળ્યો, પોલીસે કહ્યું, "ડરવાની જરૂર નથી"

Tags :
Advertisement

Related News

featured-img
એક્સક્લુઝીવ

જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ

featured-img
ગુજરાત

VADODARA : સ્કૂલ એડમિનિસ્ટ્રેટરની ઐતિહાસીક 50 કિમીની સાયકલ રાઇડ પૂર્ણ

featured-img
ગુજરાત

VADODARA : હિટ એન્ડ રન કેસમાં આરોપીઓના રેપીડ ટેસ્ટમાં થયો મોટો ખુલાસો

featured-img
ગુજરાત

Medical Checkup Camp :-ગુજરાત વિધાનસભા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ

featured-img
ગુજરાત

VADODARA : પરીક્ષા આપવા નીકળેલી યુવતિનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળ્યો

featured-img
રાજકોટ

Rajkot : 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગમાં આગ, 40 લોકો ફસાયા; રેસ્ક્યૂ ચાલુ

×

Live Tv

Trending News

.

×