VADODARA : 55 વર્ષિય મહિલા પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરનારને આજીવન કેદ
VADODARA : બે વર્ષ પહેલા વડોદરા ગ્રામ્ય (VADODARA ) માં આવતા વાઘોડિયા (VAGHODIA) માં બપોરના સમયે ઢોર ચરાવવા ગયેલા 55 વર્ષિય મહિલા પર યુવક દ્વારા દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે મામલે અત્રેની કોર્ટ દ્વારા આરોપી યુવકને બાકીનું જીવન જીવે ત્યાં સુધી આજીવન કેદની સખત સજાનો હુકમ કર્યો છે. સાથે જ કોર્ટે ભોગ બનનાર વૃદ્ધાને રૂ. 7 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
કોતરમાં ખેંચી જઇ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
વડોદરા ગ્રામ્યના વાઘોડિયામાં 55 વર્ષિય મહિલાના છુટાછેડા થવાથી તેઓ ભાઇ અને ભાભી સાથે રહેતા હતા. વર્ષ 2022 માં તેઓ ઢોરને ચરાવવા માટે પાસેની કોતરમાં લઇ ગયા હતા. તે સમયે ત્યાં આવી પહોંચેલા પ્રવિણ ઉર્ફે અરવિંદ નરસિંહભાઇ વસાવા (રહે. ખાંધા બસસ્ટેન્ડ ફળિયા, વાઘોડિયા) એ તેણી પર નજર બગાડી હતી. અને મહિલાને કોતરમાં ખેંચી જઇ તેણીની પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાદમાં તેણે મહિલાને ધમકી આપી કે આ અંગેની જાણ કોઇને કરશે, તો તેને જાનથી મારી નાંખવામાં આવશે.
કોર્ટે સરકારી વકીલ રધુવીર પંડ્યાની દલીલો ગ્રાહ્ય રાખી
બનાવ બાદ પીડિતાએ પરિજનોને આ અંગે જાણ કરી હતી. બાદમાં પરિવારે હિંમત આપતા પીડિતાએ નરાધમ અરવિંદ વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપરડ કરીને તેને જેલભેગો કરી દીધો હતો. આ કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રધુવીર પંડ્યાની દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી અરવિંદ વસાવાને દોષિત ઠેરવીને જ્યાં સુધી જીવે ત્યાં સુધી આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ પીડિતાને ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. 7 લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો -- VADODARA : બુટલેગરનું "ક્રેશ લેન્ડિંગ", સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી