Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગત રાત્રે વરસતા વરસાદ વચ્ચે યુવક ખુલ્લી ગટરમાં ખાબક્યો

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે વરસાદે (RAIN IN VADODARA) ભારે બેટીંગ કરી હતી. આ દરમિયાન શહેરના હાથીખાના વિસ્તારમાં ભરાયેલા પાણી વચ્ચેથી યુવક પસાર થઇ રહ્યો હતો. દરમિયાન અચાનક ખુલ્લી ગટર (OPEN DRAINAGE) પર તેનો પગ પડતાં તે લપસીને તેમાં...
vadodara   ગત રાત્રે વરસતા વરસાદ વચ્ચે યુવક ખુલ્લી ગટરમાં ખાબક્યો

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરાત્રે વરસાદે (RAIN IN VADODARA) ભારે બેટીંગ કરી હતી. આ દરમિયાન શહેરના હાથીખાના વિસ્તારમાં ભરાયેલા પાણી વચ્ચેથી યુવક પસાર થઇ રહ્યો હતો. દરમિયાન અચાનક ખુલ્લી ગટર (OPEN DRAINAGE) પર તેનો પગ પડતાં તે લપસીને તેમાં ગરકાવ (FALL IN DRAINAGE) થયો હતો. આ તકે સ્થાનિકોની નજર યુવક પર પડતા તેને બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં જો કોઇનું ધ્યાન ના ગયું હોત તો યુવકનો જીવ જઇ શકે તેમ હતો. પાલિકા દ્વારા જોખમી ખુલ્લી ગટરોની કામગીરી પર સતત વોચ રાખવી જરૂરી છે. નહીંતર કોઇ નિર્દોષને ભરખી જતા સહેજ પણ વાર નહીં લાગે.

Advertisement

શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યું

વડોદરામાં રોડ, રસ્તા અને ડ્રેનેજની સમસ્યાઓ જુની છે. સમયાંતરે કોઇને કોઇ વિસ્તારોમાંથી પ્રાથમિક સુવિધાના અભાવની બુમો ઉઠતી રહે છે. તેવામાં હવે ખુલ્લી ગટર લોકો માટે જીવલેણ સાબિત થાય તેવી હકીકતનો ચિતાર આપતી ઘટના ગતરોજ સામે આવી છે. ગતરોજ શહેરમાં વરસાદની વધુ એક વખત જોદરાર બેટીંગના આપણે સૌ સાક્ષી છીએ. આ વરસાદમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યું હતું. તેવામાં શહેરના હાથીખાના પાસે પણ પાણી ભરાઇ ગયું હતું.

Advertisement

સ્થાનિકોની નજર યુવક પર પડી

દરમિયાન હાથીખાનામાં પાર્ક કરેલા વાહન પાસેથી યુવક પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન એકાએક યુવકનો પગ ખુલ્લી ગટર પર પડતા તે તેમાં ગરકાવ થયો હતો. જો કે, આ ઘટના સમયે સ્થાનિકોની નજર યુવક પર પડી જતા તેને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યો હતો. અને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ ઘટના પરથી ખુલ્લી ગટરો કેવી જીવલેણ નિવડી શકે છે, તે વાતનો અંદાજો લગાડી શકાય છે.

કેટલાક વિસ્તારોમાં ગટરના ઢાંકણા સુદ્ધાં સરખા નથી

પાલિકા દ્વારા એક તરફ શહેરનું ક્યારે ના થયું હોય તેવું બ્યુટીફીકેશન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં ગટરના ઢાંકણા સુદ્ધાં સરખા નથી. ત્યારે પાલિકા દ્વારા કયા કામને પ્રાથમિકતા આપવી જોઇએ, તેવી પસંદગી કરવા માટે બહુ મગજ દોડાવવું પડે તેમ નથી. આ પ્રકારની ઘટનાનું પુનવરાવર્તન ના થાય તેવું શહેરવાસીઓ ઇચ્છી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દિવાળી પૂર્વે પેન્શન, પગાર અને બોનસ પેટે પાલિકા રૂ. 50 કરોડ ચુકવશે

Tags :
Advertisement

.