Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, એક તરફ ગરનાળુ બંધ

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે વચ્ચે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનું શરૂ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. શહેરના જુના વિસ્તારો પૈકી એક એવા દાંડિયા બજારમાં રોડ-રસ્તા પર પાણી ભરાવવાનું...
vadodara   વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા  એક તરફ ગરનાળુ બંધ

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે વચ્ચે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનું શરૂ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. શહેરના જુના વિસ્તારો પૈકી એક એવા દાંડિયા બજારમાં રોડ-રસ્તા પર પાણી ભરાવવાનું શરૂ થયું છે. જો વરસાદે જોર પકડ્યું તો ઘૂંટણ સમા પાણી ભરાઈ શકે છે. જો કે દર વખતે વરસાદ બાદ દાંડિયા બજારની આવી સ્થિતિ સર્જાતી હોય છે. આવા જ હાલ શહેરના વ્યસ્ત રહેતા મુક્તાનંદ ચાર રસ્તાના સર્જાયા છે. તો બીજી બાજુ એક તરફનું અલકાપુરી ગરનાળુ બંધ કરવામાં આવ્યું છે. સાથે જ જરૂરી બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.

Advertisement

અગાઉ વરસાદની ભારે બેટિંગમાં જ અનેક વિસ્તારોમાં 3 દિવસ સુધી પાણી ભરાયા હતા

વડોદરા પાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના દાવાઓ વરસાદમાં પોકળ સાબિત થયા છે. શાસકોને વધુ એક વખત શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શક્યા નથી. ત્યારે અગાઉ વરસાદની ભારે બેટિંગમાં જ અનેક વિસ્તારોમાં 3 દિવસ સુધી પાણી ભરાયા હતા. જે બાદ પણ તંત્રએ કોઈ બોધપાઠ નહીં લીધો હોવાનું સામે આવ્યું છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત સાંજથી વરસાદ વરસી રહ્યો છે. તેવામાં શહેરના જળાશયો નું જળ સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે. તો બીજી તરફ આજ સવારથી શહેરમાં પાણી ભરાવવાનું શરૂ થયું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાવવાનું શરૂ

શહેરના જુના સીટી વિસ્તાર ગણાતા દાંડિયા બજારના રસ્તાઓ પર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે. જેને કારણે અહીંયાંથી અવર-જવર કરતા લોકોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ શહેરના મુક્તાનંદ ચાર રસ્તા પાસે પણ પાણી ભરાવવાનું શરૂ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વચ્ચે વડોદરાના અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ વચ્ચે ગરનાળામાં એક તરફ ન9 વાહન વ્યવહાર ચાલુ છે. અને બીજી તરફ બંધ કરી દેવામાં આવી છે. પણ જો વરસાદની બેટિંગ જારી રહી તો મુશ્કેલીઓ વધી શકે છે. અગાઉ પણ ભારે વરસાદને પગલે ગરનાળુ સંપૂર્ણ બંધ કરવું પડ્યું હતું.

Advertisement

આ પણ વાંચો : VADODARA : વાહનોથી સતત વ્યસ્ત રહેતા સુશેન સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો

Tags :
Advertisement

.