VADODARA : એક ઇંચ વરસાદમાં જ વિસ્તારમાં પાણી ભરાઇ જતા કોર્પોરેટર આક્રોષિત
VADODARA : વડોદરા (VADODARA) માં એક ઇંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા કોંગ્રેસના કોર્પોરેટર ભારે આક્રોષિત થયા છે. અને અત્યાર સુધીના વરસાદમાં તેમના વિસ્તારના લોકોની નુકશાનીનો સરવે કરીને તેમને તાત્કાલીક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
પાલિકા તંત્ર પણ આરોપો
વડોદરામાં 22 જુલાઇ બાદ આજે વધુ એક વખત વરસાદે ટુંકી ઇનીંગ રમી હતી. જેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું. શહેરના વોર્ડ નં - 13 ના અનેક વિસ્તારોમાં આવી જ ઘટના સામે આવી હતી. ત્યારે આજે કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવ્યો છે. અને પાલિકા તંત્ર પણ આરોપો મુક્યા છે.
પ્રિમોન્સૂન કામગીરી કરવામાં નથી આવી
કોર્પોરેટર બાળુ સુર્વે જણાવે છે કે, અમારા વિસ્તારમાં વોર્ડ નં - 13 માં સત્યદેવ ક્વાટર્સ, જૈન દેરાસર પાસેથી વિહાર ટોકીઝ તરફ જતા રસ્તા પર એક ઇંચ વરસાદમાં જ ઘૂંટણ સુધી પાણી ભરાઇ જાય છે. વારંવાર રજુઆત કરી હતી કે, અમાર વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં નથી આવી. થોડા દિવસ અગાઉ ત્યાં ડામરનો રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી. પરંતુ સુપર વિઝનના અભાવે ડામર વરસાદી કાંસમાં પડ્યો છે. જેના કારણે પાણી જતું અટકી ગયું છે. આખા શહેરમાં આ એકમાત્ર રસ્તો હશે, જ્યાં થોડા જ અંતરમાં 14 જેટલી કેચપીટો આવેલી છે. છતાં પાણી જતું નથી.
4 ફૂટ પાણી ભરાઇ ગયું
વધુમાં તેમણે જણાવ્યું કે, થોડાક સમય પહેલા શહેરમાં પૂરની પરિસ્થીતી ઉભી થયેલી, ખરેખર વિશ્વામિત્રી નદીમાં પુર આવ્યું હોય તો સમજીએ કે પૂર આવ્યું હોય. પરંતુ નદી ખાલી હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા. અમારા વિસ્તારમાં લાલ બાગથી વિશ્વામિત્રી નદી સુધી રૂ. 3.5 કરોડની કાંસ તૈયાર કરવામાં આવી હતી. શાસકો તેવી વાતો કરતા હતા કે, કાંસ બનાવ્યા બાદ લોકોને કોઇ મુશ્કેલી નહી પડે તેમ જણાવતા હતા. પણ થોડા જ વરસાદમાં વિસ્તારમાં રાજ સ્થંભ સોસાયટીમાં 4 ફૂટ પાણી ભરાઇ ગયું હતું. આ સમસ્યા ઘણા વર્ષોથી છે. અમે 500 વખત પત્રો લખ્યા છે. અમારા વિસ્તારમાં લોકોની નુકશાનીનો સરવે કરીને 4 હજાર જેટલા અસરગ્રસ્તોને વળતરના પૈસા આપે તેવી અમારી માંગ છે.
આ પણ વાંચો -- VADODARA : વોર્ડ ઓફીસ સામે જ ડિવાઇડરની અવદશા છતી થઇ