Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રાવણ દહનના સ્થળે એનાઉન્સમેન્ટ સિસ્ટમનો અસરકારક ઉપયોગ

VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં ગતરોજ દશેરા પર્વ નિમિત્તે રાવણ દહન (RAVAN DAHAN - 2024) નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ...
vadodara   રાવણ દહનના સ્થળે એનાઉન્સમેન્ટ સિસ્ટમનો અસરકારક ઉપયોગ

VADODARA : વડોદરા (VADODARA) સહિત દેશભરમાં ગતરોજ દશેરા પર્વ નિમિત્તે રાવણ દહન (RAVAN DAHAN - 2024) નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સમયે નવાપુરા પોલીસ (NAVAPURA POLICE STATION) દ્વારા ચુસ્ત બંદોબસ્તની તૈનાતી કરવામાં આવી હતી. સાથે જ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો અસરકારક રીતે ઉપયોગ કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેની અસરથી કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન્હતો.

Advertisement

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે ગતરોજ રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજ બાદથી સ્થળ પર રામલીલા ભજવાઇ હતી. અને તે બાદ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરીને દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સમગ્ર ઘટના માણી હતી. દરમિયાન પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement

વિવિધ બ્રાન્ચની ટીમો ખડેપગે બંદોબસ્તમાં જોડાઇ

કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે લોકો શાંતિ પૂર્વક રીતે રાવણ દહનનો આનંદ લઇ શકે તે માટે નવાપુરા તથા અલગ અલગ પોલીસ મથકમાંથી ફાળવેલો સ્ટાફ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. સાથે જ વિશેષ બ્રાન્ચ પીસીબી, એસઓજી, ડીસીબી અને સ્થાનિક સર્વેલન્સની ટીમો પણ ખડેપગે બંદોબસ્તમાં હતી. પોલીસ દ્વારા વિશેષ એલઇડી લાઇટ્સ, બેટરી, દુરબીન તથા વોકીટોકીની જરૂર મુજબ ફાળવણી કરવામાં આવી હતી.

કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન્હતો

સાથે જ સતત લોકોને પોલીસની હાજરીનો અહેસાસ કરાવવા તથા અટકચાળુ કરતા તત્વોમાં ભય પેંસાડવા માટે પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સતત ખિસ્સા કાતરૂંથી સાવધાન, તમારો કિમતી સામાન સાચવીને રાખો, જેવા અનેક મહત્વના સુચનો કરવામાં આવ્યો હતો. જેને ભાગરૂપે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન્હતો. અને શાંતિપૂર્વક રીતે પર્વની ઉજવણી થઇ હતી.

Advertisement

લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ સ્થળે પરિવાર સાથે આવેલા બે અલગ અલગ બાળકો વિખુટા પડી ગયા હતા. જેની જાણ નજીકના સ્થળે હાજર પોલીસ કર્મીને થતા તેઓએ બાળકોને શોધીને તેમના વાલીઓને સોંપ્યા હતા. સાથે જ રાવણ દહનમાં ભાગ લેવા આવેલા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

આ પણ વાંચો -- VADODARA : કર્ણાટકથી અપહ્યત સગીરાને મુક્ત કરાવતી પોલીસ, આરોપી ઝબ્બે

Tags :
Advertisement

.