Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 273 પોલીસ કર્મીઓને ફરજિયાત નિવૃત્ત કરવાની હિલચાલ

VADODARA : વડોદરા પોલીસ કમિશનર (VADODARA POLICE COMMISSIONER) નરસિમ્હા કોમર (NARASIMHA KOMAR IPS) દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન સૌથી મોટો નિર્ણય લેવાની તૈયારીયો જોવા મળી રહી છે. પોલીસ ડિપાર્ટમેન્ટના 273 કર્મચારીઓને સમય પહેલા ફરજિયાત નિવૃત કરવા માટેની હિલચાલ સામે આવતા બેડામાં...
vadodara   273 પોલીસ કર્મીઓને ફરજિયાત નિવૃત્ત કરવાની હિલચાલ

VADODARA : વડોદરા પોલીસ કમિશનર (VADODARA POLICE COMMISSIONER) નરસિમ્હા કોમર (NARASIMHA KOMAR IPS) દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન સૌથી મોટો નિર્ણય લેવાની તૈયારીયો જોવા મળી રહી છે. પોલીસ ડિપાર્ટમેન્ટના 273 કર્મચારીઓને સમય પહેલા ફરજિયાત નિવૃત કરવા માટેની હિલચાલ સામે આવતા બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. આ માટે પોલીસ કમિશનર દ્વારા 55 વર્ષથી વધુ વયના કર્મચારીઓની યાદી મંગાવી છે. આ યાદીમાં સમાવિષ્ટ નામોની 5 માપદંડોના આધારે મુલ્યાંકન કરવામાં આવશે. ત્યાર બાદ આખરી નિર્ણય લેવામાં આવનાર છે.

Advertisement

યાદી માંગાવવામાં આવી

વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા મોટો નિર્ણય લેવાની તૈયારીનો સળવળાટ જોવા મળી રહ્યો છે. હાલ આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેર પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા 273 જેટલા કર્મચારીઓને સમય પહેલા ફરજિયાત નિવૃત્ત કરવાની હીલચાલ જોવા મળી રહી છે. આ કામગીરી કરવા જરૂરી અભ્યાસ માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા 55 થી વધુ વર્ષની ઉંમર ધરાવતા કર્મચારીઓની યાદી માંગાવવામાં આવી છે. આ યાદીમાં સમાવિષ્ટ નામોનું 5 માપદંડોના આધારે મુલ્યાંકન કરવામાં આવનાર છે. અને ત્યાર બાદ આખરી નિર્ણય લેવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસ બેડામાં ભારે ખળભળાટ

યાદીમાં સમાવિષ્ટ નામોની, 55 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓની ફરજ દરમિયાન કામગીરીનું અવલોકન, કોઇ ખાતાકીય કાર્યવાહી થઈ છે કે નહીં, ACBમાં કોઇ કેસ ચાલે છે કે નહીં, પૂરતી ફિટનેસ ધરાવે છે કે નહીં જેવા માપદંડોના આધારે સમીક્ષા કરવામાં આવશે. અને તેના આધારે કોન્સ્ટેબલથી લઇ ASI કક્ષાના કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લેવામાં આવશે. હાલ આ માહિતી સપાટી પર આવતા જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અને ભારે ચર્ચા જાગી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : લેન્ડ રેકર્ડ વર્ગ - 3 ના કર્મચારીઓની પેનડાઉન હડતાલ

Advertisement
Tags :
Advertisement

.