VADODARA : અન્યના જીવનમાં ઉજાસ-મીઠાશ પાથરીને પોલીસ જવાનોની દિપોત્સવી પર્વની ઉજવણી
VADODARA : હાલ દિપાવલી (DIWALI - 2024) પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા (VADODARA) માં વિવિધ પોલીસ મથક વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોમાં ઉજાસ અને મીઠાશ પાથરીને દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હોય તેવું સામે આવી રહ્યું છે. તાજેતરમાં અકોટા પોલીસ મથક (AKOTA POLICE STATION) ના PI દ્વારા ફૂટપાથ પર રહેવા મજબુર નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા પૂરી પાડીને તેમને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ગોરવા પોલીસ મથક (GORWA POLICE STATION) ના PI અને તેમની ટીમ દ્વારા સિનિયર સિટીઝન જોડે ફટાકડા ફોડીને દિપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
તહેવાર ટાણે અન્યના જીવનમાં ઉજાસ પાથરવાના પ્રયાસો ચાલુ રહેવા જોઇએ
હાલ દેશભરમાં દિપાવલી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે ફટાકડા ફોડી, મીષ્ઠાન આરોગી, નિકટના સ્વજનોને પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે વડોદરા પોલીસ દ્વારા આ પર્વ નિમિત્તે જરૂરિયાત મંદ પરિવારો સુધી પહોંચીને તેમના જીવનમાં ઉજાસ અને મીઠાશ પાથરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેની લોકો સરાહના કરી રહ્યા છે. અને આ પ્રકારે તહેવાર ટાણે અન્યના જીવનમાં ઉજાસ પાથરવાના પ્રયાસો ચાલુ રહે તેવી ઇચ્છા લોકો વ્યક્ત કરી રહ્યા છે.
પોલીસ તેમની સાથે હોવાની વાતનો અહેસાસ પણ કરાવ્યો
તાજેતરમાં અકોટા પોલીસ મથકના પીઆઇ વાય. જી. મકવાણાએ શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફૂટપાથ પર રહેવા મજબુર 200 થી વધુ નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા અને મીઠાઇ આપી છે. અને તેમને તહેવારની શુભેચ્છાઓ પાઠવી છે. અને વડોદરાના ગોરવા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાઠીયા અને તેમની ટીમ દ્વારા સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો જોડે ફટાકડા ફોડી, અને તેમનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું છે. આ બંને કિસ્સાઓમાં પોલીસે તહેવારની ઉજવણી કરવાની સાથે પોલીસ તેમની સાથે હોવાની વાતનો અહેસાસ પણ કરાવ્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : વિજ ટ્રાન્સફોર્મર સળગી ઉઠતા અંધારપટ છવાયો