Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બાઇકની ટાંકીને દારૂનું સંગ્રહ સ્થાન બનાવવાની ચાલાકી નાકામ

VADODARA : સંયુક્ત બાતમી મળી કે, એક શખ્સે પોતાની બાઇકની પેટ્રોલની ટાંકીની નીચેના ભાગમાં દારૂની બોટલો લાવાની હેરાફેરી કરે છે.
vadodara   બાઇકની ટાંકીને દારૂનું સંગ્રહ સ્થાન બનાવવાની ચાલાકી નાકામ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં બિનવારસી મુકી રાખવામાં આવેલી બાઇકની પેટ્રોલ ટાંકીમાંથી પોલીસને મીની બાર જેટલો દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં સફળતા મળી છે. બાઇકનો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. હાલ માંજલપુર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

રેડમાં બિનવારસી બાઇક મળી આવી

વડોદરામાં પ્રોહીબીશનની અમલવારી કરાવવા માટે પોલીસ જવાનો દિવસ રાત મહેનત કરતા હોય છે. તાજેતરમાં શહેરના માંજલપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને સંયુક્ત બાતમી મળી કે, એક શખ્સે પોતાની બાઇકની પેટ્રોલની ટાંકીની નીચેના ભાગમાં દારૂની બોટલો લાવાની હેરાફેરી કરે છે. બાતમીના આધારે પોલીસ જવાનો દ્વારા મનહર નગર - 2 પાસે રેડ કરવામાં આવી હતી. રેડમાં બિનવારસી બાઇક મળી આવી હતી. બાઇકની પેટ્રોલ ટાંકીના નીચેના ભાગમાં જોતા તેમાંથી વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.

Advertisement

બાઇકના ચાલક સામે ફરિયાદ નોંધીને તેને વોન્ટેડ જાહેર કર્યો

ઉપરોક્ત કાર્યવાહીમાં માંજલપુર પોલીસે રૂ. 10 હજારની કિમતનો વિદેશી દારૂ અને રૂ. 30 હજારની બાઇક મળીને કુલ રૂ. 40 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ બાઇકના ચાલક સામે ફરિયાદ નોંધીને તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આમ, અત્યાર સુધી કાર તથા અન્ય ભારદારી વાહનોમાં ચોરખાનામાં દારૂ સંતાડવાનું સામે આવતું હતું. હવે તેનું નાનાપાયે અનુકરણ કરતા બુટલેગરો દ્વારા બાઇકમાં જ ચોરખાનું બનાવીને દારૂની હેરફેર કરવામાં આવતી હોવાનું સપાટી પર સામે આવવા પામ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દબાણ હટાવવાની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 10 ની ધરપકડ

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Nyari Dam Accident Case : આખરે પોલીસ જાગી! એક સગીર સહિત બેની કરી અટકાયત

featured-img
Top News

Dwarka: પૂર્વ મંત્રીએ કડક શબ્દોમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતનાં નિવેદનને વખોડ્યું, કહ્યું- હું સનાતની છુ

featured-img
Top News

Nyari Dam Accident Case : 7 દિવસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત

featured-img
ગુજરાત

Nadiad : પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં 'વન નેશન વન ઇલેક્શન' કાર્યક્રમ યોજાયો

featured-img
રાજકોટ

Rajkot : ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું 'દ્રશ્યમ'! CCTV, નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ

featured-img
ગુજરાત

Botad : સ્વામિનારાયણ વંશજ નૃગેન્દ્રપ્રસાદ મહારાજે કહ્યું - આવા નિવેદનો કરવાવાળાને અમે.!

Trending News

.

×