Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : તહેવાર સમયે પોલીસનું વ્યાપક લોકજાગૃતિ અભિયાન, વેપારી એસો.નો ટોણો

VADODARA : દિવાળી (DIWALI - 2024) સહિતના તહેવારો હવે નજીક છે, ત્યારે વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY - DISTRICT) માં ચોર આવ્યા ચોર ની અફવાહને પગલે અનેક વિસ્તારોમાં લોકોની રાતની ઉંઘ હરામ થઇ રહી છે. કેટલાક વિસ્તારોમાં ચોરના ડરના માર્યા...
vadodara   તહેવાર સમયે પોલીસનું વ્યાપક લોકજાગૃતિ અભિયાન  વેપારી એસો નો ટોણો

VADODARA : દિવાળી (DIWALI - 2024) સહિતના તહેવારો હવે નજીક છે, ત્યારે વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY - DISTRICT) માં ચોર આવ્યા ચોર ની અફવાહને પગલે અનેક વિસ્તારોમાં લોકોની રાતની ઉંઘ હરામ થઇ રહી છે. કેટલાક વિસ્તારોમાં ચોરના ડરના માર્યા લોકો જાતે જ ચોકાદારી કરી રહ્યા છે. તો આ વચ્ચે લોકોમાં સુરક્ષાની ભાવના કેળવાય તે માટે વિવિધ પોલીસ મથક (VADODARA POLICE) વિસ્તારમાં મહોલ્લા સભા, સોસાયટીમાં મીટિંગ કરીને પોલીસ દ્વારા સંવાદ સાધવામાં આવી રહ્યો છે. દરમિયાન વડોદરા વેપાર વિકાસ એસો. દ્વારા એક પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને પોલીસ વિભાગને ટોણો મારતા લખ્યું છે કે, વડોદરાના બાહોશ પોલીસ વિભાગને વિનંતી છે કે દિવાળીના તહેવારમાં બજારમાં ફૂટ પેટ્રોલીંગ વધારશો.

Advertisement

અનેક વિસ્તારોમાં તસ્કરોના આંટાફેરાના સીસીટીવી વાયરલ

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોર આવ્યા ચોર આવ્યાની અફવાહને પગલે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. લોકોમાં સુરક્ષાની ભાવના કેળવાય તે માટે પોલીસ લોકો વચ્ચે જઇ રહી છે. અને તેમની સાથે મહોલ્લા સભા, સોસાયટીઓમાં મીટિંગ કરીને સંવાદ સાધવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અન્ય હકીકત તેવી પણ છે કે, તહેવારો નજીક છે ત્યારે અનેક વિસ્તારોમાં તસ્કરોના આંટાફેરાના સીસીટીવી સોશિયલ મીડિયા થકી સપાટી પર આવી રહ્યા છે. જેને લઇને લોકોના મનનો ડર પ્રબળ બની રહ્યો છે. પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રયત્નો કેટલા સમયમાં ફળે છે તે જોવું રહ્યું.

Advertisement

ચોર અને ખિસ્સા કાતરુથી સાવધાન રહીને બજારમાં પધારશો

તેવામાં શહેરનું સૌથી મોટું ગણાતું વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ વિભાગને આડકતરો ટોણો મારવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પોસ્ટરમાં જણાવ્યા અનુસાર, વડોદરાના નાગરિકોને અપીલ, આગામી દિવસોમાં દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે. આપ સૌ બજારમાં ખરીદી કરવા નીકળીને બજારની રોનક વધારશો. પરંતુ આપ સૌ નાગરિકોને અપીલ છે કે, ચોર અને ખિસ્સા કાતરુથી સાવધાન રહીને બજારમાં પધારશો. સાથે જ શક્ય હોય તો સોનાની ચેઇન ના પહેરશો. સાથે જ વડોદરાના બાહોશ પોલીસ વિભાગને પણ વિનંતી છે કે, દિવાળીને તહેવારમાં બજારમાં પેટ્રોલીંગ વધારશો.

આ પણ વાંચો -- VADODARA : જાહેરમાં લાફાવાળી કરનારે પોલીસ મથકમાં હાથ જોડી દીધા

Advertisement

Tags :
Advertisement

.