VADODARA : મહિલા બુટલેગરના ગેરકાયદેસર દબાણો પર તંત્રની તવાઇ
VADODARA : વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા સંતોષનગરમાં રહેતી મહિલા બુટલેગર ફિરોઝાબાનુ અને તેના પુત્ર સુલ્તાન અજમેરી ના ગેરકાયદેસર શેડ અને ઓટલાના દબાણો દુર કરવામાં આવ્યા છે. આજે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પાર પાડવામાં આવી છે. આ ઘટનાને પગલે બુટલેગર અને તેમના પરિવારોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ 1010 કલાકમાં માથાભારે તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે તેમના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. ((VADODARA POLICE AND BMC REMOVES ILLEGAL CONSTRUCTION OF FEMALE BOOTLEGGER)
જેટલું દબાણ છે, તેટલું જ દુર કરાઇ રહ્યું છે
DCP અભય સોનીએ મીડિયાને જણાવ્યું કે, તાંદલજા વિસ્તારમાં મહિલા બૂટલેગર ફિરોઝાબાનુ પ્રોહીબીશનના ગુના સાથે સંકળાયેલા છે. તેઓને એક વખત પાસા પણ કરવામાં આવ્યા છે. નિયમિત તેમના પર કેસો થયા છે. તેમણે તેમના સંતોષનગર સ્થિત ઘર બહાર પાલિકાની જમીમ પર દબાણ કર્યું છે. તેને અમે દુર કરી રહ્યા છીએ. ગઇ કાલે અટલાદરામાં બે બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવી હતી. આજે તાંદલજામાં કાર્યવાહી ચાલી રહી છે. અમારી સાથે ટાઉન પ્લાનીંગના અધિકારી હાજર છે. તેમને સાથે રાખીને ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવી રહી છે. જેટલું દબાણ છે, તેટલું જ દુર કરાઇ રહ્યું છે.
મકાનને લગત નોટીસ આપીને કાર્યવાહી કરવામાં આવશે
પાલિકાના અધિકારી મેહુલ સોલંકીએ મીડિયાને જણાવ્યું કે, અગાઉ ઓટલા અને શેડ માટે નોટીસ આપવામાં આવી હતી. તેને દુર કરવામાં આવી છે. મકાનને લગત નોટીસ આપીને કાર્યવાહી કરવામાં આવશે. હમણાં માત્ર પોલીસ વિભાગ દ્વારા સૂચિત જગ્યાએ કામ કરવામાં આવી રહ્યું છે. બાદમાં આ વિસ્તારમાં દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : ભરચક વિસ્તારમાં કારનું સ્ટીયરીંગ લોક થતા અફરા-તફરી મચી