ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Vadodara : વડોદરાની પોદ્દાર સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષ! શાળાએ પહોંચી મચાવ્યો હોબાળો

વડોદરાની પોદ્દાર સ્કૂલ દ્વારા FRC એ નક્કી કરેલ ફી કરતા વધુ ફી લેતા વાલીઓ દ્વારા આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરતા સમગ્ર મામલે તપાસનાં આદેશ કરવામાં આવ્યા છે.
08:45 PM Mar 18, 2025 IST | Vishal Khamar
featuredImage featuredImage
vadodra News First Gujarat

વડોદરાની પોદ્દાર સ્કૂલની મનમાની સામે તપાસનાં આદેશ કરવામાં આવતા સ્કૂલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સ્કૂલ દ્વારા FRC ના નિયમ કરતા વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાથી મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી રજૂઆત કરી હતી. તેમજ વધારાની ફી પરત કરવાની માંગ કરી હતી.

પોદ્દાર સ્કૂલની ફી ઉઘરાવવામાં મનમાની

વડોદરાની પોદ્દાર સ્કૂલની ફી ઉઘરાવવામાં મનમાની મામલે FRC એ નક્કી કરેલી ફી કરતા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવે છે. તેમજ સિનિયર કેજીમાં 33 હજાર સામે 51360 વસૂલ્યા છે. તેમજ જુનિયર કેજીમાં 33 હજાર સામે 48 હજાર વસુલી 15 હજાર વધુ ઉઘરાવ્યા છે. તેમજ નર્સરીમાં 33 હજાર સામે 43200 રૂપિયા લઈ 10200 વધુ લીધા છે. દરેક ધોરણમાં 12 થી 15 હજાર વધુ ઉઘરાવ્યા છે. મસમોટી ફી ઉઘરાવ્યા બાદ પણ વિદ્યાર્થીઓને કોઈ સુવિધા આપવામાં આવતી નથી. પાછલા વર્ષની વધુ લીધેલી ફી પરત કરવાનો આદેશ હોવા છતાં ફી રિપ્લેશ કરી નથી. શાળા, જીલ્લા શિક્ષણાધિકારી અને FRC માં રજૂઆત છતાં કોઈ જવાબ મળ્યો નથી.

વધુ વાંચોઃ Assembly Budget Session: રાજ્યમાં પ્રોટોકોલ ન જળવાતો હોવા મામલે કેબિનેટ મંત્રીઓએ કાઢ્યો બળાપો, અધિકારીઓ હાજર ન રહેતા હોવાની ફરિયાદ

વધુ ફી લીધી હશે તો પાછી આપવીશું: DEO

વડોદરાનાં છાણી વિસ્તારમાં આવેલ પોદ્દાર સ્કૂલ દ્વારા FRC ના નિયમ કરતા વધુ ફી લેવા મામલે વાલીઓ દ્વારા આ બાબતે સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. તેમજ જીલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, જો શાળા વધુ ફી લેતી હશે તો કડક કાર્યવાહી થશે. તેમજ ફી ના નમે લૂંટ ચલાવશે તો તે ચાલી નહી લેવાય. જો શાળાએ વધુ ફી લીધી હશે તો પાછી અપાવીશું. અમે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે જ છીએ.

વાલીઓ દ્વારા શું માંગ કરી

વડોદરાની પોદ્દાર સ્કૂલ સામે આક્ષેપ કરતા વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા સંચાલકોએ 12 થી 15 હજાર રૂપિયા વધુ લીધા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. શાળા સંચાલકોને આજે વાલીઓએ રજૂઆત કરી હતી. શાળા વાલીઓ પાસેથી નિયમો કરતા વધુ ફી ન લઈ શકે. તેમજ FRC કમિટીએ નક્કી કરેલ ફી નાં ધોરણ પ્રમાણે શાળાઓએ વાલીઓ પાસેથી ફી લેવાની હોય છે. આજે પોદ્દાર સ્કૂલ ખાતે ભેગા થયેલા વાલીઓ દ્વારા માંગ કરી હતી કે સ્કૂલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જે ફી વધુ લેવામાં આવી તે પરત આપવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

Tags :
Fees more than FRCFRC RulesGujarat FristPoddar SchoolVadodara District Education OfficerVadodara News Vadodara Poddar School