VADODARA : કેનેરા બેંકના ગોલ્ડ લોન કૌભાંડમાં મોટા ગોટાળાનો આરોપ
VADODARA : શહેરના માંજલપુુર વિસ્તારમાં આવેલી કેનેરા બેંક (CANARA BANK - VADODARA) ની શાખા દ્વારા ગોલ્ડ લોનના (GOLD LOAN SCAM - VADODARA) નામે મોટો ગોટાળો કર્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ટાર્ગેટ પુરો કરવા માટે લોકોનું સોનું મુકાવીને એક વર્ષ જેટલા સમયથી પરત કરવામાં નહીં આવ્યું હોવાનો આરોપ પીડિતો દ્વારા મુકવામાં આવ્યો છે. આજે આ કૌભાંડના પીડિતો એકત્ર થઇને હેડ ઓફીસે રજુઆત કરવા પહોંચ્યા હતા. જો કે, હેડ ઓફીસ દ્વારા આ મામલે કંઇ જાણકારી ના હોવાનું જણાવતા પીડિતોએ નિરાશ થવાનો વારો આવ્યો છે.
સોનાની કિંમત રૂ. 2 કરોડ જેટલી થવા પામે છે
પીડિત મહિલા દિપાલી બેન એ મીડિયાને જણાવ્યું કે, અમારી માંજલપુર કેનેરા બેંક (CANARA BANK - MANJALPUR BRANCH - VADODARA) ની ઘટના છે. તેમાં અમારૂ ગોલ્ડ ત્યાં છે. અને તેને રિકવર કરવા માટેની અમે માંગ કરી રહ્યા છે. બ્રાન્ચ મેનેજર દ્વારા ટાર્ગેટ માટે અમારી પાસે (સોનાની) માંગણી કરી હતી. ત્યાર બાદ તેઓ પરત પણ આપતા હતા. પણ છેલ્લે અમને અમારૂ સોનું પાછુ મળ્યું નથી. આજે અમે હેડ ઓફીસ મળવા આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે, તેમને તે બાબતે કોઇ જાણકારી નથી. મારૂ ત્યાં 3 કિલો 400 ગ્રામ સોનું મુક્યું છે. અમે સોની છીએ. અમારો જ્વેલર્સનો ધંધો છે. તેઓ કહે છે કે, કોર્ટ મેટર ચાલી રહી છે. પછી તેમાં જે આવે તે. એક વર્ષ થયું છે તે વાતને. અમે એક વર્ષથી ધંધા વગર બેઠા છીએ. સોનાની કિંમત રૂ. 2 કરોડ જેટલી થવા પામે છે.
આ કાંડમાં કેેનેરા બેંકના સ્ટાફની સંડોવણી છે
અન્ય પીડિત મહિલાએ મીડિયાને જણાવ્યું કે, માંજલપુર કેનેરા બેન્કની મેટર છે. મારા પિતાનું સોનું ત્યાં ગિરવે મુક્યું હતું. કેનેરા બેંક દ્વારા અમને ખોટી નોટીસો મોકલવામાં આવી રહી છે. કાલ ઉઠીને મારા પતિને કંઇ થયું તો તેની જવાબદારી કેનેરા બેંકની રહેશે. અમારી માંગણી છે કે, અમે જે સોનું મોકલ્યું હતું તે અમને પાછું મળવું જોઇએ. દિવાળી આવી છે, તેમણે અમને ભીખારી બનાવી દીધા છે. આ કાંડમાં કેેનેરા બેંકના સ્ટાફની સંડોવણી છે. તેમણે આખો સ્ટાફ તેવો જ બેસાડ્યો છે. અમે કેનેરા બેંકના ભરોસે સોનું મુક્યું હતું. આજે અમે હેરાન થઇ રહ્યું છે. આ કાંડમાં વિશાલ ગજ્જર અને પ્રિતી બાલા માલી જવાબદાર હોવાનો આરોપ મહિલાએ મુક્યો હતો. તેઓ હાલ ફરાર છે.
આ પણ વાંચો -- VADODARA : લોભામણી જાહેરાતો આપીને કરોડો રૂપિયા સેરવનાર બિલ્ડર ત્રણ વર્ષે ઝડપાયો