VADODARA : પૂર્વ વિસ્તારમાં પડેલા ભૂવાનું વિસ્તરણ થતા ચિંતા
VADODARA : ચોમાસામાં વડોદરા (VADODARA) ને ખાડોદરા તરીકે વધારે ઓળખાય છે. આ વાત હવે કોઇનાથી છુપી નથી. ત્યારે ચોમાસમાં અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાનું ચાલુ જ છે. તેવામાં આજે શહેના પૂર્વ વિસ્તારમાં ભૂવો વિસ્તરણ પામી રહ્યો હોવાનું સ્થાનિક અગ્રણી જણાવી રહ્યા છે. બે દિવસ પહેલા પડેલો ભૂવો ધીરે ધીરે વિસ્તરણ પામીને મોટો થઇ રહ્યો છે. પરંતુ તેનું રીપેરીંગ કાર્ય કરવા માટે કોઇ આગળ ન આવતા હવે સ્થાનિકોમાં રોષમની લાગણી વ્યાપી જવા પામી છે.
આ વોર્ડ પાલિકાના ચેરમેનનો મતવિસ્તાર લાગે છે
વડોદરામાં આ ચોમાસામાં ભૂવા પડવાની રેસ જામી હોય તેવી સ્થિતી સર્જાઇ છે. એક વિસ્તારમાં ભૂવાનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં તો અન્ય વિસ્તારમાં ભૂવો પ્રગટ થઇ જાય છે. તેવામાં આ વર્ષે શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે પડેલો ભૂવો ધીરે ધીરે વિસ્તરણ પામ્યો હતો. અને તેનું મોડે મોડે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આવી જ કંઇક સ્થિતી શહેરના પૂર્વ વિસ્તારની છે. આ વિસ્તારમાં વાહનોથી ધમધમતા માર્ગ પર બે દિવસ પહેલા ભૂવો પડ્યો હતો. આ ભૂવાનું પુરાણ કરવામાં નહી આવતા ધીરે ધીરે હવે તે વિસ્તરી રહ્યો છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ સાથે ભયની લાગણી જોવા મળી રહી છે. સુત્રોએ ઉમેર્યું કે, આ વોર્ડ પાલિકાના ચેરમેનનો મતવિસ્તાર લાગે છે. ત્યાં જ જો આવા હાલ હોત તો શહેરનું શું થતું હશે તેનો અંદાજો લગાડવો મુશ્કેલ નથી.
તંત્રને વાહવાહી લૂંટવા સિવાય અહિંયા જોવાનો કોઇ ટાઇમ નથી
સ્થાનિક અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કહ્યું કે, કહેવાતી અને કાગળ પર દેખાતી સ્માર્ટ સિટીનો આ પૂર્વ વિસ્તાર છે. કમલાનગર તળાન પાછળ આવેલી જ્ઞાન સાગર રેસીડેન્સી પાસેનો આ વિસ્તાર છે. બે દિવસ થી એક નાનો ભૂવો પડ્યો હતો. જે ધીરે ધીરે વિસ્તરણ પામી રહ્યો છે. દિવસેને દિવસે તેની સાઇઝ મોટી થઇ રહી છે. તંત્રને વાહવાહી લૂંટવા સિવાય અહિંયા જોવાનો કોઇ ટાઇમ નથી. આ સતત વ્યસ્ત રહેતો રોડ છે. હજારો લોકો અહીંયાથી પસાર થાય છે. હજુ પણ સમય છે, આ ભૂવાને તાત્કાલીક રીપેર કરો.
આ પણ વાંચો -- VADODARA : દુર્ઘટના બાદથી બંધ નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-વાલીઓ ચિંતાતુર