Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સમસ્યાઓમાંથી મુક્તિ ઝંખતુ નિઝામપુરા સ્મશાન

VADODARA : વડોદરા (VADODARA) ના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં અસુવિધાઓની ભરમાર છે. પાલિકા તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં નહી આવતા સ્મશાનમાં અંતિમક્રિયા માટે આવતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સ્વચ્છતા, સુવિધા, પાણી-લાકડાની વ્યવસ્થા તમામનો સ્પષ્ટ અભાવ જોવા...
vadodara   સમસ્યાઓમાંથી મુક્તિ ઝંખતુ નિઝામપુરા સ્મશાન

VADODARA : વડોદરા (VADODARA) ના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં અસુવિધાઓની ભરમાર છે. પાલિકા તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં નહી આવતા સ્મશાનમાં અંતિમક્રિયા માટે આવતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સ્વચ્છતા, સુવિધા, પાણી-લાકડાની વ્યવસ્થા તમામનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા પાલિકામાં પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.

Advertisement

લોકોએ જાતે વ્યવસ્થા કરવી પડે

સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા જણાવે છે કે, નિઝામપુરા સ્મશાનને લઇને સવારે બે ફોન આવ્યા કે લાકડા નથી. અહીંયાની સમસ્યાને લઇને મૌખિક રજુઆતો કરી હતી. આજે લેખીત રજુઆત કરી છે. વારંવાર અમે સભામાં બોલ્યા છીએ, વારંવાર અમે અધિકારીઓને રજુઆત કરી છે. પીવાના પાણીની સુવિધા નથી, કુલર બંધ છે, સફાઇના નામે શુન્ય છે. અહીંયા જાડા લાકડા મુકી રાખ્યા છે, જે કોઇ કામના નથી, લોકોએ જાતે વ્યવસ્થા કરવી પડે છે. ચિતા ઉપરના પતરામાં કાણાં પડી ગયા છે. તેમાં ચાલુ ચિતાએ પાણી પડે છે.

Advertisement

એક વર્ષથી ગટર ઉભરાય છે

વધુમાં તેમણે જણાવ્યું કે, સ્મશાનમાં જે સુવિધાઓ હોવી જોઇએ, પરંતુ નથી તે માટે મોક્ષ પામનારા વ્યક્તિ તો ખરા, તેમની માટે અગ્નિદાહ પુરો ન થાય તે માટે વાટ જોતા લોકો પણ મુશ્કેલી વેઠી રહ્યા છે. બોલવા જઇએ તો મસી-જીવડાંઓ મોઢામાં ઘૂસી જાય તેમ છે. બહાર એક વર્ષથી ગટર ઉભરાય છે, અધિકારીઓ વારંવાર આવી ગયા, પરંતુ તેની માટેનું કામ આજદિન સુધી થતું નથી. સ્મશાનમાં આવવા માટે ઉભરાતી ગટરમાંથી આવવું પડે છે. આસપાસની સોસાયટીના રહીશોનું આરોગ્ય કથળેલું રહે છે. અહીંયા દવાનો છંટકા કરવા છતા પણ જીવાતનો કોઇ પાર નથી. સ્મશાન સમસ્યાઓમાંથી મુક્તિ ઝંખી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નારાયણ વિદ્યાલયની બાલ્કનીનો ભાગ ધરાશાયી, એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.