Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નવી કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાં પાણી ટપક્યું, ફાઇલોના પોટલા લોબીમાં મુકાયા

VADODARA : માર્ચ - 2024 માં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી નવી કલેક્ટર (VADODARA COLLECTOR OFFICE) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ પહેલા ચોમાસામાં જ કચેરીના રેકોર્ડ રૂમમાંથી પાણી ટપકવાનું શરૂ થતા ફાઇલોના પોટલા રૂમમાંથી બહાર કાઢીને લોબીમાં...
vadodara   નવી કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાં પાણી ટપક્યું  ફાઇલોના પોટલા લોબીમાં મુકાયા

VADODARA : માર્ચ - 2024 માં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી નવી કલેક્ટર (VADODARA COLLECTOR OFFICE) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ પહેલા ચોમાસામાં જ કચેરીના રેકોર્ડ રૂમમાંથી પાણી ટપકવાનું શરૂ થતા ફાઇલોના પોટલા રૂમમાંથી બહાર કાઢીને લોબીમાં મુકવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આ ઘટનાને પગલે કલેક્ટર કચેરીના બાંધકામમાં થયેલી પોલંપોલ ખુલી જવા પામી હતી. અને આ વાત શહેરભરમાં ચર્ચાનો વિષય બની હતી.

Advertisement

પ્રથમ માળે પાછલા વિંગમાં આવેલા રેકોર્ડ રૂમમાં પાણી ટપક્યું

વડોદરામાં કોઠી સ્થિત જુની કલેક્ટર કચેરીમાંથી જુના પાદરા રોડ પર આવેલી નવી કલેક્ટર કચેરી માર્ચ - 2024 માં શિફ્ટ કરવામાં આવી હતી. વડોદરામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનું મેનેજમેન્ટ પણ આ કચેરીએથી જ થયું હતું. ત્યારે નવી કચેરીના પહેલા ચોમાસામાં જ છતમાંથી પાણી ટપકવાની ઘટના સામે આવતા કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ગતરોજ શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા નવી કલેક્ટર કચેરીના પ્રથમ માળે પાછલા વિંગમાં આવેલા રેકોર્ડ રૂમમાં પાણી ટપક્યું હતું.

Advertisement

પોટલા રેકોર્ડ રૂમમાંથી બહાર કાઢીને લોબીમાં મુકવાની નોબત

પાણી ટપકવાના કારણે કલેક્ટર કચેરીની ફાઇલો પલળી ગઇ હતી. આ વાત સત્તાધીશોના ધ્યાને આવતા તુરંત ફાઇલોના પોટલા રેકોર્ડ રૂમમાંથી બહાર કાઢીને લોબીમાં મુકવાની નોબત આવી હતી. આ ફાઇલો જમીન સુધારણા વિભાગની હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આમ, પહેલા વરસાદમાં જ નવી કલેક્ટર કચેરીના બાંધકામમાં થયેલી પોલંપોલ ખુલી જવા પામી છે.

ટાઇલ્સો ઉખડી ગઇ હતી

જો કે, નવી કલેક્ટર કચેરીમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોય તેની પોલ ખોલતો આ પહેલો કિસ્સો નથી. અગાઉ કલેક્ટર કચેરીમાં લગાડવામાં આવેલી ટાઇલ્સો ઉખડી ગઇ હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. અને ત્યાર બાદ હવે પાણી ટપકવાનો કિસ્સો સામે આવ્યો છે. હવે આ મામલે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- CHHOTA UDAIPUR: યુવા કૌશલ્ય દિવસે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ, હવે રાજ્ય સ્તરે લેવાઈ નોંધ

Tags :
Advertisement

.