Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : પાદરાના મુજપુર ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, આ કારણે થયું હતું Murder

પાદરાના મુજપુર ગામના ઈસમની હત્યાનો ભેદ ઉકેલાયો માત્ર હજાર રૂપિયાની લેતીદેતી માટે બે હત્યારાઓએ હત્યા કરી મૃતદેહને 15 ફૂટ ઉંડો ખાડામાં ઉંધા મોંઢે દાટી દીધો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતરમાંથી એક પરુષની 15...
vadodara   પાદરાના મુજપુર ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો  આ કારણે થયું હતું murder
Advertisement

પાદરાના મુજપુર ગામના ઈસમની હત્યાનો ભેદ ઉકેલાયો માત્ર હજાર રૂપિયાની લેતીદેતી માટે બે હત્યારાઓએ હત્યા કરી મૃતદેહને 15 ફૂટ ઉંડો ખાડામાં ઉંધા મોંઢે દાટી દીધો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતરમાંથી એક પરુષની 15 ફૂટ ઉંડો ખાડો કરીને ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

ઘટનાથી ભારે ચકચાર

અજાણ્યા હત્યારાઓએ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી પરુષને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું છે. પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બે હત્યારાઓની અટકાયત કરી છે. પાદરા તાલુકાના મુજપુર ગામમાં સરકારી દવાખાના પાસે પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે રહેતા અને ડભાસા ખાતે લ્યુપીન કંપનીમાં નોકરી કરતા ગેમલસિંહ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમય રીતે ગૂમ થઇ ગયા હતા અને ગતરોજ દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતરમાંથી પંદર ફૂટ ઉંડા ખાડામાં ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલ તેમની લાશ મળી આવતા મુજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી અને હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પાદરા પોલીસ સહીત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા SOG ની ટિમો દોડતી થઇ ગઈ હતી.

Advertisement

આરોપી ઝડપાયો

હત્યાનો ભેદ ઉકેલવા દોડતી થયેલ પાદરા પોલીસ, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા SOG ની ટિમો એ તપાસ દરમિયાન બે હત્યારાઓને ઝડપી પાડી તેમની પુછપરછ હાથ ધરી હતી જે સમગ્ર મામલે પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, પાદરા તાલુકાના મુજપુર ગામ ના દરિયાપુરા વિસ્તારમાં મહીસાગર કોતરમાં ગેમલસિંહ પરમારની હત્યા કરી આરોપીઓ દ્ધારા મૃતદેહ ને 15 ફૂટ ઊંડો ખાડો કરી દાટી દેવામાં આવ્યો હતો તે હત્યાના આરોપી સંજય પઢીયાર અને ભુપેન્દ્ર પઢીયારને ઝડપી પાડવામાં આવ્યા છે.

Advertisement

પોલીસ સમક્ષ કબુલાત

છપરછ દરમિયાન તેમને કબૂલાત કરી હતી કે, મૃતક ને 15 દિવસ અગાઉ રૂ. એક હજાર આપ્યા હતા અને જે પરત ના કરતો હોવાથી તેને ખેતર માં બોલાવ્યો હતો અને જાય આરોપી સંજયે મૃતક પર કુહાડીથી હુમલો કરી તેને મોત ને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાર બાદ મૃતદેહ ને ખેતર ની બાજુ માં આવેલ કોતર માં ખાડો ખોદી દાટી દીધો હતો. પોલીસે હત્યારા સંજય પઢીયારની ધરપકડ કરી તેને સાથે રાખી ઘટના ને કંઈ રીતે અંજામ આપવા આવ્યો તે સમગ્ર મામલે આરોપી પાસે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : વિજય માળી, પાદરા

આ પણ વાંચો : VAV MLA CONTROVERSY : દારૂનું રાજકારણ, ગેનીબહેન અવારનવાર દારૂબંધીની મુહીમ કેમ ચલાવે છે ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×