VADODARA : MSU ની લો ફેકલ્ટીની માન્યતા લંબાવાતુ BCI, વિદ્યાર્થીઓને મોટી રાહત
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની લો ફેકલ્ટીની માન્યતાને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BAR COUNCIL OF INDIA) દ્વારા લંબાવવામાં આવી છે. જેને લઇને યુનિ.માં અભ્યાસ કરતા કાયદાના વિદ્યાર્થીઓને મોટી રાહત થઇ છે. અગાઉ આ માન્યતા વગર વિદ્યાર્થીઓના ભવિષ્યમાં તેની અસર પડી શકે તેમ હતું, જેને લઇને પૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા રજુઆત અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આખરે તમામ પ્રયત્નો ફળીભૂત થયા છે.
મુદ્દાસર રજૂઆત કરવામાં આવી
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતાને લઇને ઘૂંચવાડો હતો. જેના કારણે કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની અસર પડે તેમ હતું. આ અંગે સત્તાધીશો દ્વારા ધીરુ વલણ અપનાવવામાં આવતા પૂર્વ વિદ્યાર્થી નેતાઓ મેદાને આવ્યા હતા. અને ફેકલ્ટી ડીન થી લઇને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના અગ્રણીઓ જોડે મળીને મુદ્દાસર રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે જાન્યુઆરી - 2023 થી વિવિધ આંદોલનો તથા રજૂઆતો કરીને તંત્રને જગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
નિયમોનું સતત શિસ્તબદ્ધ રીતે પાલન
જેના સુખદ ફળ હવે આપણી સામે આવી રહ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિ.ની લો ફેકલ્ટીની માન્યતાને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લંબાવવામાં આવી છે. જેને લઇને હવે વિદ્યાર્થીઓની જુની સમસ્યાનો અંત આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમોનું સતત શિસ્તબદ્ધ રીતે પાલન કરવામાં આવતા આ સફળતા મળી હોવાનું સત્તાધીશો દ્વારા જણાવામાં આવ્યું છે.
યુનિ. થી લઇને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી રજૂઆતો
આ અંગે પૂર્વ વિદ્યાર્થી નેતા અને વકીલ પાર્થ સુરતીએ કહ્યું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માન્યતા ન હોવી અથવા તેનો સમયગાળો પૂર્ણ થવો અને એક્સટેન્શન ના મળવું વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મુશ્કેલી સર્જે તેમ હતું. આ વાત અમારા ધ્યાને આવ્યા બાદથી તમામ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આગળ આવીને રજુઆતો અને આંદોલનોનો સિલસિલો શરૂ કર્યો હતો. યુનિ. થી લઇને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી રજૂઆતો કરવામાં આવી હતી. અમારા દ્વારા જાન્યુઆરી - 2023 થી ઓગસ્ટ - 2024 સુધી જે મુદ્દાને લઇને સતત ધારદાર રજુઆતો કરવામાં આવી હતી. તેનું તાજેતરમાં સુખદ અંત આવ્યો છે. જે અમારી માટે અનંદની વાત છે.
આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં સુરક્ષા માટે 7 મુદ્દાઓ પર ત્વરિત કાર્યવાહીની માંગ