Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : MSU માં મુકાયેલા હજારો વર્ષ જુના અવશેષોની જાણવણી માટે વ્યવસ્થા બદલાશે

VADODARA : ઘટનાની વડાપ્રધાન કાર્યાલય દ્વારા નોંધ લેવામાં આવતા એએસઆઇના ડાયરેક્ટર જનરલ યુનિ.ની મુલાકાતે આવી પહોંચ્યા હતા
vadodara   msu માં મુકાયેલા હજારો વર્ષ જુના અવશેષોની જાણવણી માટે વ્યવસ્થા બદલાશે

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) માં ઐતિહાસીક, માનવસર્જિત પૂર (FLOOD VADODARA) આવ્યું હતું. આ પૂરના પાણી વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU0) માં પણ ઘૂસ્યા હતા. જેમાં આર્કિયોલોજી વિભાગમાં સાચવવામાં આવેલા 3 હજાર વર્ષો જૂના અવશેષો સુધી પાણી પહોંચતા તેને નુકશાન પહોંચવાની ભીતિ સેવાઇ હતી. આ ઘટનાની વડાપ્રધાન કાર્યાલય (PMO - DELHI) દ્વારા નોંધ લેવામાં આવતા એએસઆઇના ડાયરેક્ટર (ASI DIRECTOR) જનરલ યુનિ.ની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અને વ્યવસ્થાને વોટર ટાઇટ બનાવવા માટેની દિશામાં જરૂરી સલાહ-સુચન કર્યા હતા.

Advertisement

અવશેષોને એક મહિના જેટલા સમય સુધી સુકવીને રાખવા પડે તેવી સ્થિતી સર્જાઇ

વડોદરામાં ઐતિહાસીક પૂરના પાણી વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની આર્કિયોલોજીકલ વિભાગ સુધી પહોંચ્યા હતા. આ વિભાગમાં આજે પણ હજારો વર્ષો જુના અવશેષો સાચવીને રાખવામાં આવ્યા છે. પૂરના પાણીના કારણે અવશેષોને એક મહિના જેટલા સમય સુધી સુકવીને રાખવા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. આ ઘટનાની વડાપ્રધાન કાર્યાલય દ્વારા નોંધ લેવામાં આવી હતી. ત્યાર બાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ વડોદરાની મુલાકાતે દોડી આવ્યા હતા. અને તેમણે સમગ્ર સ્થિતીની ઝીણવટભરી માહિતી એકત્ર કરી હતી.

દિવાળી વેકેશનમાં આ અવશેષોની સફાઇ કરવાનું આયોજન

ત્યાર બાદ તેમણે યુનિ.ને આ અવશેષોની જાળવણી થાય તે માટે વોટર ટાઇટ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, દિવાળી વેકેશનમાં આ અવશેષોની સફાઇ કરવાનું આયોજન છે. સરકાર સાથે યુનિ. સત્તાધીશો પણ આ અવશેષોની જાળવણી માટે બનતા પ્રયત્નો કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આર્કિયોલોજી વિભાગમાં વડનગર, દેવની મોરી, શામળાજી, બગસરા, નગવાડા, નાગેશ્વર, પ્રભાસ પાટણ, સિકરપુર જેવા અસંખ્ય સ્થળોએ ખનન સમયે મળેલા હજારો વર્ષ જુના અવશેષો જાળવીને રાખવામાં આવ્યા છે. આ સાથે બૌદ્ધ, હરપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલા પણ અવશેષો છે. તેમાં માટી અને પથ્થરના વાસણોથી લઇને હથિયારો અને મૂર્તિઓનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : દિપાવલી પર્વ પર મહારાષ્ટ્રીયન પરિવારે શિવાજીનો અભેદ્ય કિલ્લો બનાવ્યો, જાણો મહત્વ

Advertisement
Tags :
Advertisement

.