Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જન્માષ્ટમી નિમિત્તે પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં જન્માષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણ મંદિર, સ્વામી નારાયણ મંદિરો ઉપર વધુ પ્રમાણમાં ભાવિક ભકતોની ભીડ હોય છે. જેમાં ખાસ કરીને ગોત્રી હરીનગર, ઇસ્કોન મંદિર ખાતે દર્શન અર્થે મોટી સંખ્યામાં ભાવિક ભકતો એકત્રીત થવાની સંભાવના છે. આ પ્રસંગે...
vadodara   જન્માષ્ટમી નિમિત્તે પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં જન્માષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણ મંદિર, સ્વામી નારાયણ મંદિરો ઉપર વધુ પ્રમાણમાં ભાવિક ભકતોની ભીડ હોય છે. જેમાં ખાસ કરીને ગોત્રી હરીનગર, ઇસ્કોન મંદિર ખાતે દર્શન અર્થે મોટી સંખ્યામાં ભાવિક ભકતો એકત્રીત થવાની સંભાવના છે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને અમુક રસ્તાઓ પ્રતિબંધિત જાહેર કર્યા છે.

Advertisement

ઇસ્કોન મંદિર તરફ ના રસ્તાઓને પ્રતિબંધિત જાહેર

આ અંતર્ગત હરીનગર બ્રિજ નીચે ઇસ્કોન મંદિર થઇ, ઇસ્કોન સર્કલ (વોર્ડ નં-૧૧ સર્કલ) તરફ, ઇસ્કોન સર્કલ (વોર્ડ નં- ૧૧ સર્કલ) થી ઇસ્કોન મંદિર થઇ,હરીનગર બ્રિજ તરફ, શ્યામબાગ સોસાયટી ત્રણ રસ્તાથી (દિવાળીપુરા કોર્ટ પાછળના રોડ)ઇસ્કોન મંદિર તરફ અને પ્રથમ એવન્યુ ચાર રસ્તાથી ઇસ્કોન મંદિર તરફ ના રસ્તાઓને પ્રતિબંધિત જાહેર કર્યા છે.

જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર

તેની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે હરીનગર બ્રિજ નીચેથી ESI દવાખાના ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી, સારાબાઇ કોલોની ESI દવાખાના થઇ, ધ નેસ્ટ ચાર રસ્તાથી ડાબી/જમણી બાજુ જવાના રસ્તા તરફ, ઇસ્કોન સર્કલ (વોર્ડ નં-૧૧) થી ગોકુળ પાર્ટી રોડ થઇ ધ નેસ્ટ ચાર રસ્તાથી જમણી બાજુ વળી ESI દવાખાના ત્રણ રસ્તા થઇ જે તે તરફ, શ્યામબાગ સોસાયટી ત્રણ રસ્તા, ગદાપુરા, અમીન સ્કુલ થઇ,પંજાબ નેશનલ બેંક ત્રણ રસ્તાથી જે તે તરફ જઇ શકશે તેમજ મલ્હાર પોઇન્ટ,અરૂપદિપ થઇ જવાના રસ્તા તરફ અને પ્રથમ એવન્યુ ત્રણ રસ્તાથી ઇસ્કોન સર્કલથી જવાના રસ્તા તરફ જઈ શકાશે. આ જાહેરનામુ તા. ૨૬/૦૮/૨૦૨૫ ના સાંજે ૭.૦૦ કલાક થી અમલી થશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગણેશજીની આગમન યાત્રામાં "ગેરસમજ" ને પગલે નાસભાગ, પોલીસે બાજી સંભાળી

Advertisement
Tags :
Advertisement

.