Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : IOCL ના 5 હજાર ચો.મી. વિસ્તારને ક્લોઝર નોટીસ, બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી

VADODARA : રિફાઇનરીના સ્ટોરેજ ટેંક ફાર્મમાં 5 હજાર ચોરસ મીટર વિસ્તારને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો
vadodara   iocl ના 5 હજાર ચો મી  વિસ્તારને ક્લોઝર નોટીસ  બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરી (IOCL, KOYLI - VADODARA) માં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ (BLAST WITH MASSIVE FIRE - VADODARA) લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બે ના મૃત્યુ થયા હતા. આખશરે 2 લાખ લિટર ફોમનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આ ઘટના બાદ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રિફાઇનરીના સ્ટોરેજ ટેંક ફાર્મમાં 5 હજાર ચોરસ મીટર વિસ્તારને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ આગ લાગવા પાછળના કારણો જાણવા માટે વિવિધ ટીમો સ્થળ પર જઇને તપાસ કરી રહી છે. પરંતુ હજી સુધી કોઇ નક્કર કારણ સામે આવ્યું નથી.

Advertisement

આગ રાત્રે અઢી વાગ્યાના આરસામાં શાંત થઇ

તાજેતરમાં વડોદરાના કોયલી પાસે આવેલી ગુજરાત રિફાઇનરી (IOCL) ના પ્લાન્ટના બેન્ઝીનના વિશાળ ટેંકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટના સામે આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. વડોદરા સહિત રાજ્યના અનેક પાલિકામાંથી ફાયર ટેન્ડરો બોલાવીને આગ ઓલવવા માટેની કામગીરી કરવામાં આવી હતી. બપોરે ત્રણ વાગ્યાના આરસામાં લાગેલી આગ રાત્રે અઢી વાગ્યાના આરસામાં શાંત થઇ હતી.

Advertisement

આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે

આ ઘટના સામે આવ્યા બાદ વિવિધ સ્તરે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બે દિવસથી કેન્દ્ર સરકારની ઓઇલ ઇન્ડસ્ટ્રી સેફ્ટી ડિરેક્ટોરેટ, પેટ્રોલિયમ એન્ડ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન, રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (ડીશ) ની ટીમો આ મામલે તપાસ કરી રહી છે. તેવામાં ડીશ દ્વારા રિફાઇનરીના સ્ટોરેજ ટેંક ફાર્મમાં આશરે 5 હજાર ચોરસ મીટર જેટલા વિસ્તારના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવો ક્લોઝર ઓર્ડર કરવામાં આવ્યો છે. જેથી આ વિસ્તારનો ઉપયોગ કોઇ કરી શકશે નહીં. તેની સામે સુરક્ષિત વિસ્તારનો ઉપયોગ કરી શકાશે. આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે.

Advertisement

પીએમ રીપોર્ટ તથા અન્ય રીપોર્ટના આધારે ફાઇનલ રીપોર્ટ તૈયાર કરાશે

બીજી તરફ ગુજરાત રિફાઇનરીના સ્ટોરેજ ટેંકમાં લાગેલી આગમાં બે લોકોના મૃત્યું થયા હતા. બંને યુવાનોનો મૃત્યુની તપાસ ગ્રામ્ય એસડીએમને સોંપવામાં આવી છે. તેઓ પીએમ રીપોર્ટ તથા અન્ય રીપોર્ટના આધારે ફાઇનલ રીપોર્ટ તૈયાર કરશે. જે જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : TRIGNO PIZZA માં ભીષણ આગ બાદ કોમ્પલેક્ષ બંધ, 60 થી વધુ ઓફીસોને અસર

Tags :
Advertisement

Trending News

.

×