Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કોટંબી ક્રિકેટ સ્ટેડિયમના 30 મીટરના રસ્તાને મંજુરી, આંતરરાષ્ટ્રીય મેચ મળશે

VADODARA : રસ્તો તૈયાર થઇ ગયા બાદ ટુંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય મેચ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવશે - બીસીએ પ્રેસીડેન્ટ પ્રણવ અમીન
vadodara   કોટંબી ક્રિકેટ સ્ટેડિયમના 30 મીટરના રસ્તાને મંજુરી  આંતરરાષ્ટ્રીય મેચ મળશે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના કોટંબીમાં તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (VADODARA INTERNATIONAL CRICKET STADIUM - KOTAMBI) સુધી જતા 30 મીટરના રોડને સરકાર તરફથી શરતી મંજુરી આપવામાં આવી છે. જેને પગલે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય મેચો મળવાની શક્ચતા ઉજળી થતી જોવા મળી રહી છે. આ મામલે બીસીએ પ્રેસીડેન્ટ પ્રણવ અમીનએ રસ્તા અંગેની માહિતી મીડિયાને આપી હતી. અને રસ્તો તૈયાર થઇ ગયા બાદ ટુંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય મેચ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

Advertisement

30 મીટરના રોડ માટે શરતી મંજુરી

વડોદરાના કોટંબીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર છે. પરંતુ અત્યાર સુધી રસ્તાના કારણે કામગીરી અટકી પડી હતી. આ કામ માટે બરોડા ક્રિકેટ એસોસિયેશન (BARODA CRICKET ASSOCIATION) દ્વારા વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને સરકારમાં અસરકારક રીતે રજુઆત કરવામાં આવી હતી. જેના ફળસ્વરૂપે મંજુરી મેળવવામાં સફળતા મળી છે. સરકાર દ્વારા તાજેતરમાં બીસીએને 30 મીટરના રોડ માટે શરતી મંજુરી આપવામાં આવી છે. જેને પગલે યુદ્ધના ધોરણે આગળનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. રસ્તાનું કાર્ય પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય મેચ મળવાની શક્યતાઓ ઉજળી બનશે.

Advertisement

કામ ચાલી રહ્યું છે

BCA પ્રેસીડેન્ટ પ્રણવ અમીને મીડિયાને જણાવ્યું કે, આપણું કોટંબી સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. હમણાં આપણે રણજી ટ્રોફીની મેચ પણ યોજી હતી. આપણે બોમ્બે સામે મેચ રમી રહ્યા છે, અને તે જીત તરફ જઇ રહી છે. રસ્તાની માંગ સામે સરકાર દ્વારા શરતી મંજુરી આપી દેવામાં આવી છે. તેનું કામ ચાલી રહ્યું છે.

Advertisement

મેચોનું કેલેન્ડર લાંબા ગાળાનું હોય છે

વધુમાં તેમણે જણાવ્યું કે, રસ્તો તૈયાર થઇ જશે, ત્યાર બાદ અમે રીકવેસ્ટ કરીશું, ત્યાર બાદ બીસીસીઆઇ ઇન્સ્પેક્શન કરવા માટે આવશે. તેઓ સ્ટેડિયમની મુલાકાત લઇ ચુક્યા છે. ત્યાર બાદ આપણે આંતરરાષ્ટ્રીય મેચોની કતારમાં આવી જઇશું. તે મેચોનું કેલેન્ડર લાંબા ગાળાનું હોય છે, અને તેના આધારે ફાળવણી કરવામાં આવતી હોય છે. આપણને મહિલા ક્રિકેટ ટીમની મેચો મળવાની ઉજળી સંભાવનાઓ છે. એક વખત રસ્તો તૈયાર થઇ જાય. આ વર્ષમાં રસ્તો તૈયાર થઇ જશે. આપણે એક મહિનામાં તૈયાર થઇ જઇએ તેવી આશા છે.

આ પણ વાંચો -- VADODARA : વડોદરા-અમદાવાદ વચ્ચેના રેલવે ટ્રેક પર "કવચ સિસ્ટમ"નું સફળ ટ્રાયલ

Tags :
Advertisement

.

×