VADODARA : પ્રિન્સિપાલે શિક્ષિકાનો હાથ પકડી કહ્યું, "પ્રેમ કરું છું, તમે કેમ ના પાડો છો"
VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયામાં આવેલી શાળાના શિક્ષિકાને તેમની જ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે રસ્તામાં ઉભા રાખી છેડતી કર્યાનો કિસ્સો સામે આવવા પામ્યો છે. શિક્ષિકાને ઉભા રાખ્યા બાદ હાથ પકડી પ્રિન્સિપાલે કહ્યું હતું કે, મેડમ હું તમને એક તરફી પ્રેમ કરું છું, તમે મને કેમ ના પાડો છો ! હાલમાં તો આખો સમાજ આ માર્ગ પર ચાલે છે. જો કે શિક્ષિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, હું તમને પ્રેમ કરતી નથી, હાથ છોડો નહીંતર બુમાબૂમ કરીશ. બાદમાં શિક્ષિકાને જો આ વાતની કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આમ, શિક્ષિકાએ પ્રેમ સંબંધ રાખવાનો ઇનકાર કરતાં પ્રિન્સિપલે અવારનવાર વિડીયો કોલ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આખરે ત્રસ્ત શિક્ષિકાએ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં દિલફેંક પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મેડમ હું તમને એકતરફી પ્રેમ કરું છું
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર રહેતી મહિલા વાઘોડિયા તાલુકામાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે છેલ્લા 15 વર્ષથી નોકરી કરે છે. હાઇસ્કુલમાં શિક્ષક તરીકે પ્રકાશ દાઉદ પરમાર (રહે,આણંદ) પણ ફરજ બજાવતા હતા. તેઓને વર્ષ 2023થી શાળાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇન્ચાર્જ પ્રિન્સિપલ છેલ્લા એક વર્ષથી સ્કુલમાં તથા સ્કુલ છુટયા બાદ મહિલા શિક્ષક ઘરે આવતી હોય ત્યારે રસ્તામાં ઉભી રાખી કહેતો કે, મેડમ હું તમને એકતરફી પ્રેમ કરું છું. ત્યારે શિક્ષિકા તેઓને કહેતા કે, હું તમને પ્રેમ કરતી નથી.
આખો સમાજ હવે આવા જ માર્ગ પર ચાલે છે
શિક્ષિકાએ સ્પષ્ટ કહ્યું હોવા છતાં દિલફેંક પ્રિન્સિપાલ તેમની એકટીવાનો પીછો કરતો હતો. સ્કૂલમાં વેકશન ચાલતુ હોવાથી શિક્ષિકા ઘરે એકલા હતા. તેવામાં પ્રકાશ ઘરે આવી હેરાન પરેશાન કરતો હતો. ગત 30 માર્ચના રોજ શિક્ષિકા શાળાએથી છુટ્યા બાદ એકટીવા લઈને ધરે આવતા હતા. ત્યારે પ્રકાશ પરમાર તેની કારમાં પીછો કરવા લાગ્યો હતો. અને આજવા ચોકડીથી વાધોડીયા ચોકડી તરફ નેશનલ હાઈવે 48 પરથી પસાર કરી વાધોડીયા બ્રીજ નીચેથી પસાર થતા હતા ત્યારે સર્વીસ રોડ પર એકટીવા ઉભી રખાવી હતી. અને શિક્ષિકાનો હાથ પકડી કહ્યું હતું કે, મેડમ હું તમને છેલ્લા એક વર્ષથી એક તરફી પ્રેમ કરુ છું. આખો સમાજ હવે આવા જ માર્ગ પર ચાલે છે, તમે કેમ ના પાડો છો !
બહાર મળવાનો એક તરફી આગ્રહ કરતો
ત્યારે શિક્ષિકાએ પ્રકાશ પરમારને કહ્યું હતું કે, હાથ છોડો નહી તો બુમાબુમ કરીશ. હું તમને પ્રેમ નથી કરતી. ત્યારે પ્રકાશે કહ્યું હતું કે, તમે ઘરે જઈને વિચારી કહેજો. ત્યારબાદ પ્રકાશે પરમારે બન્ને વચ્ચે થયેલી વાત કોઇને કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તે બાદ તેની કાર થઇ જતો રહ્યો હતો. ત્યાર બાદ શિક્ષિકાના નંબર પર પ્રકાશ પરમાર અવાર નવાર વીડીયો કોલ તથા ખોટા ફોન કરીને પરેશાન કરીને બહાર મળવાનો એક તરફી આગ્રહ કરતો હતો.
તાત્કાલીક અસરથી ફરજ મૌકુફી
આખરે ત્રસ્ત શિક્ષિકાએ પ્રકાશ પરમાર વિરૂધ્ધમાં જિલ્લા શિક્ષણાપિકારી વડોદરાને મૌખિક તથા લેખિત રજુઆત કરી છે. જે આધારે જીલ્લા શિક્ષણાધિકારીએ પ્રકાશ પરમારને તાત્કાલીક અસરથી ફરજ મૌકુફી પર ઉતારવા તેમજ કાર્યવાહી સુચના આપી હતી. જેથી શિક્ષિકાને જાનથી મારી નાખશે તેઓ ડર લાગતો હોવાથી પ્રકાશ પરમાર વિરૂધ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો -- VADODARA : શિક્ષણ સમિતિના બિનશૈક્ષણિક કર્મીઓ મોડી સાંજ સુધી કચેરીએ બેસી રહ્યા