Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : Hotel Legend ના આઇસ્ક્રીમ ફ્રીજમાં જીવડાનું રાજ

VADODARA : સંચલકો દ્વારા જીવડા બેઠા હતા તે ભાગ તુરંત દુર દરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ દંપતિ આઇસ્ક્રીમ ખાધા વગર જ પરત ફર્યું હતું
vadodara   hotel legend ના આઇસ્ક્રીમ ફ્રીજમાં જીવડાનું રાજ

VADODARA : વડોદરાના તરસાલી વિસ્તારમાં હાઇવે પર આવેલી હોટલ લિજેન્ડ (Hotel Legend) ના આઇસ્ક્રીમ ફ્રીજમાં જીવડાનું રાજ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાજેતરમાં રાત્રીના સમયે ગ્રાહક હોટલમાં જમવા ગયા હતા. જ્યાં તેમણે જમ્યા બાદ આઇસ્ક્રીમ ખાવા માટે ફ્રીજ પાસે જતા તેમાં આઇસ્ક્રીમના ખુલ્લા પેક પર બે થી વધુ જીવડા આરામ ફરમાવતા હોય તેવા દ્રશ્યો જોયા હતા. જેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ હોટલના મેનેજરને જાણ કરીને જીવડા વાળો ભાગ આઇસ્ક્રીમમાંથી દુર કરાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. જે ફ્રીજમાં બહારની હવા પણ અંદર ના જઇ શકે, ત્યાં જીવડા કેવી રીતે પહોંચ્યા તે સવાલ ઇન્ટરનેટ યુઝર્સનમાં મનમાં ઉઠી રહ્યો છે.

Advertisement

તેને પારદર્શી કાચમાંથી સ્પષ્ટ જોઇ શકાતું હતું

વડોદરા સહિત રાજ્યભરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવડા નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓ સપાટી પર આવ્યા બાદ તંત્ર દ્વારા બેદરકાર સંચાલકો સામે કાર્યવાહી તો કરવામાં આવે છે. તેમ છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં આવો જ એક કિસ્સો વડોદરાના તરસાલીમાં હાઇવે પરની એક હોટલનો સામે આવ્યો છે. અહિંયા એક દંપતિ જમવા ગયું હતું. જમ્યા બાદ તેઓ મીઠુ ખાવા માટે આઇસ્ક્રીમ ફ્રીજ તરફ ગયા હતા. ત્યાં જઇને આઇસ્ક્રીમ ફ્લેવરની પસંદગી કરવા જતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા, કારણકે આઇસ્ક્રીમ પર જીવડા બેઠેલા હતા. અને તેને પારદર્શી કાચમાંથી સ્પષ્ટ જોઇ શકાતું હતું.

Advertisement

હવા પણ અંદર ના જઇ શકે, ત્યાં જીવડા કેવી રીતે પહોંચ્યા

ત્યાર બાદ દંપતિએ હોટલ સંચાલકોને જાણ કરીને હતી. જેથી સંચલકો દ્વારા જીવડા બેઠા હતા તે ભાગ તુરંત દુર દરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ દંપતિ આઇસ્ક્રીમ ખાધા વગર જ પરત ફર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાનું લોકોનું માનવું છે. સાથે જ ઇન્ટરનેટ યુઝર્સના મનમાં સવાલ છે કે, જે ફ્રીજમાં બહારની હવા પણ અંદર ના જઇ શકે, ત્યાં જીવડા કેવી રીતે પહોંચ્યા તે સવાલ ઇન્ટરનેટ યુઝર્સનમાં મનમાં ઉઠી રહ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : રાજ્યમાં પ્રથમ વખત ગૌ માતા માટે "પશુ ભંડારો" યોજાયો

Advertisement

Tags :
Advertisement

.