VADODARA : ગૃહમંત્રીની ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી
VADODARA : ૭૮મા સ્વતંત્રતા દિવસ (78TH INDEPENDENCE DAY OF INDIA) ની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમનું ગૃહ રાજ્યમંત્રી (HOME MINISTER OF GUJARAT) હર્ષભાઈ સંઘવી (HARSH SANGHAVI) ની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ (કુબેર ભવનની પાછળ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ કલાકે આયોજીત આ રાષ્ટ્રીય પર્વમાં સૌને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટી તંત્રએ નિમંત્રણ પાઠવ્યું છે. આ પ્રસંગે જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીરો, વિશિષ્ટ પ્રતિભાઓ, શ્રેષ્ઠ કામગીરી કરનારા સરકારી કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે.
દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓની ઝાંખી કરાવતા ટેબ્લોનું વિવિધ વિભાગો દ્વારા નિદર્શન કરવામાં આવશે. બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -- 15 August 2024 : રાજ્યભરમાં ધ્વજવંદન કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ અહીં ફરકાવશે તિરંગો