Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : હરણી બોટ કાંડમાં મોટા અધિકારીઓ બચી નહીં શકે

VADODARA : જાન્યુઆરી 2024 માં વડોદરાના હરણી તળાવ (VADODARA HARNI LAKE ACCIDENT) માં બાળકો-શિક્ષકો ભરેલી બોટ પલટી જતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકો મળીને 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટે (GUJARAT HIGH...
vadodara   હરણી બોટ કાંડમાં મોટા અધિકારીઓ બચી નહીં શકે

VADODARA : જાન્યુઆરી 2024 માં વડોદરાના હરણી તળાવ (VADODARA HARNI LAKE ACCIDENT) માં બાળકો-શિક્ષકો ભરેલી બોટ પલટી જતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકો મળીને 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટે (GUJARAT HIGH COURT) પહેલાથી જ કડક વલણ રહ્યુ્ં છે. તાજેતરમાં એડવોકેટ જનરલે જાણ કરીકે હરણી બોટ કાંડ કેસમાં વડોદરાના તત્કાલીન બે મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. મહિનાના અંત સુધીમાં બંને અધિકારીઓએ પોતાનો જવાબ રજુ કરવાનો રહેશે. ત્યાર બાદ તેમની ખાતાકીય તપાસ આગળ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં બે અધિકારીઓ સામે તવાઇ આવી છે. તે પૈકી એક IAS વિનોદ રાવ છે, જે હાલ રાજ્ય સરકારના ઉચ્ચ હોદ્દા પર ફરજ નિભાવી રહ્યા છે. જ્યારે અન્ય અધિકારી એચ એસ પટેલ છે, જેઓ રીટાયર્ડ થઇ ચુક્યા છે.

Advertisement

મહિનાના અંત સુધીમાં પોતાનો જવાબ રજુ કરવા માટેનો સમય આપવામાં આવ્યો

વડોદરાના ચકચારી હરણી બોટ કાંડ (VADODARA HARNI LAKE ACCIDENT) મામલે સૌથી મોટી કાર્યવાહીની માહિતી હાલ સામે આવી રહી છે. કોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ જનરલે જણાવ્યું છે કે, હરણી બોટ કાંડ કેસમાં વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. બંને અધિકારીઓને મહિનાના અંત સુધીમાં પોતાનો જવાબ રજુ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. અધિકારીઓના જવાબ બાદ તેમના વિરૂદ્ધ ખાતાકીય તપાસ આગળ વધશે. વધુમાં તેમણે તેમ પણ જણાવ્યું કે, નવી ગાઇડલાઇન પ્રમાણે વડોદરા પાલિકા કામ નહીં કરે ત્યાં સુધી હરણી લેક પર તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવશે.

કોન્ટ્રાક્ટરે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવું જોઇએ તેવી રજુઆત

સુત્રોએ ઉમેર્યું કે, કોર્ટે જણાવ્યું છે કે, નોટીસ બાદ પણ કોટિયા પ્રોજેક્ટ તરફથી કોઇ હાજર થયું નથી. આ મામલે આગામી 18 ઓક્ટોબરના રોજ વધુ સુનવણી હાથ ધરવામાં આવશે. આગામી મુદત સુધીમાં કોઇ હાજર નહીં રહે તો કોર્ટ સ્વયં મૃતક અને પીડિતોને વળતર અંગેનો મુદ્દો નક્કી કરશે. કોન્ટ્રાક્ટરે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવું જોઇએ તેવી રજુઆત બાદ કોર્ટે હુકમ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગેંગ રેપના આરોપીના ઘરનું પાણી, ડ્રેનેજ અને વિજ કનેક્શન કપાયું

Advertisement
Tags :
Advertisement

.