Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સોસાયટીના 150 પરિવારોનો રસ્તા પર ઉતરી વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં નાગરિકોએ પાયાની સુવિધાઓ માટે પણ વિરોધ કરવો પડી રહ્યા છે. તાજેતરમાં શહેરના ગોત્રી વિસ્તારની એક સોસાયટીના રહીશોએ રસ્તા મુદ્દે રસ્તા પર ઉતરી વિરોધ કરવાનો વારો આવ્યો છે. ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા રસ્તા...
vadodara   સોસાયટીના 150 પરિવારોનો રસ્તા પર ઉતરી વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં નાગરિકોએ પાયાની સુવિધાઓ માટે પણ વિરોધ કરવો પડી રહ્યા છે. તાજેતરમાં શહેરના ગોત્રી વિસ્તારની એક સોસાયટીના રહીશોએ રસ્તા મુદ્દે રસ્તા પર ઉતરી વિરોધ કરવાનો વારો આવ્યો છે. ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા રસ્તા મુદ્દે સુત્રોચાર તેમજ બેનરો લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી અનેક રજુઆતો છતાં કોઇ નિરાકરણ નહી આવતા આખરે રહીશો વિરોધ કરવા મજબુર બન્યા હતા.

Advertisement

સ્થાનિકો રસ્તા મુદ્દે લડી લેવાના મૂડમાં

ગોત્રી વિસ્તારના ગોકુલ પાર્ટી પ્લોટની સામે ઓમ હાઉસિંગ સોસાયટી આવેલી છે. અહીંયા રહેતા સ્થાનિકોને મુખ્ય માર્ગ બંધ હોવાથી ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે રજુઆત કરવા છતાં કોઇ નિરાકરણ નહી આવતા આખરે સ્થાનિકો તંત્ર સામે મેદાને આવ્યા છે. સ્થાનિકો રસ્તા મુદ્દે લડી લેવાના મૂડમાં આવી ગયા છે.

ટી.પી ૧૭ કેન્સલ કરો

તાજેતરમાં સ્થાનિકો હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. બૅનરોમાં સરકારની જોહુકમી નહિ ચાલે, અમારો રસ્તો પાછો આપો, ટી.પી ૧૭ કેન્સલ કરો, અમારો રસ્તો પાછો આપો જેવા અનેક સૂત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ સ્થાનિકો દ્વારા રસ્તા પર ઉતરી તંત્ર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

Advertisement

ફક્ત મૌખિકમાં જ આશ્વાસન આપવામાં આવ્યું

સ્થાનિકો સર્વેનો આક્ષેપ છે કે, અમારો સોસાયટીનો રસ્તો બંધ થતો હોવાથી ભવિષ્યમાં અહીંયા રહેતા લોકોને મુશ્કેલી પડે તેમ છે. લગભગ પોણા બે વર્ષથી આ જ સમસ્યા ચાલી રહી છે. આ અંગે વર્ષ - 2023 થી ટાઉન પ્લાનિંગમાં તેમજ વિવિધ તંત્ર સહીત કોર્પોરેટરો, ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે. છતાં આ અંગે યોગ્ય નિરાકરણ આવ્યો નથી. આ અંગે ફક્ત મૌખિકમાં જ એવો આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ રસ્તો બંધ નહિ થાય. લેખિતમાં કોઈ પુરાવા આપ્યા નથી. જેથી આજે અમે આ મુદ્દે રસ્તા પર ઉતરી વિરોધ કરવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો -- VADODARA : અટલ બ્રિજ પરથી નીચે પટકાતા મહિલાનું મોત, કારણ અકબંધ

Advertisement

Tags :
Advertisement

.