ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : જાહેરમાં લાફાવાળી કરનારે પોલીસ મથકમાં હાથ જોડી દીધા

VADODARA : ગતરાત્રે વડોદરા (VADODARA) ના ગોરવા આઇટીઆઇ (GORWA ITI - VADODARA) પાસે આવેલા પાન પાર્લર નજીક બે શખ્યો દ્વારા જાહેરમાં લાફાવાળી કરવામાં આવી હોવાનો વીડિયો વાયુ વેગે સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA VIRAL VIDEO) પ્રસર્યો હતો. આ ઘટના બાદ ગોરવા...
11:56 AM Oct 18, 2024 IST | PARTH PANDYA

VADODARA : ગતરાત્રે વડોદરા (VADODARA) ના ગોરવા આઇટીઆઇ (GORWA ITI - VADODARA) પાસે આવેલા પાન પાર્લર નજીક બે શખ્યો દ્વારા જાહેરમાં લાફાવાળી કરવામાં આવી હોવાનો વીડિયો વાયુ વેગે સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA VIRAL VIDEO) પ્રસર્યો હતો. આ ઘટના બાદ ગોરવા પોલીસ એક્શનમાં આવી હતી. અને આવું કૃત્ય કરનાર બે શખ્સોને ત્વરિત શોધી કાઢીને પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. જાહેરમાં હવાબાજી કરનાર શખ્સો પોલીસ મથકમાં આવતા જ ઢીલાઢફ પડી ગયા હતા. અને કાન પકડી અને ત્યાર બાદ હાથ જોડીને પોતાની ભૂલ કબુલી રહ્યા હતા. આમ, જાહેરમાં ડરનો માહોલ ઉભો કરનાર શખ્સોને ગોરવા પોલીસે સીધા દોર કરી દીધા હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે.

કેટલાક શખ્સો વચ્ચે પ્રથમ બોલાચાલી થાય છે

ગતરાત્રે શહેરના સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થવા પામ્યો હતો. જે ગોરવા આઇટીઆઇ પાસેના પાન પાર્લર નજીકનો વીડિયો હોવાનો પ્રાથમિક અંદાજો હતો. વીડિયોમાં કેટલાક શખ્સો વચ્ચે પ્રથમ બોલાચાલી થાય છે. ત્યાર બાદ એકબીજાની ખેંચતાણ થાય છે. અને આખરમાં જાહેરમાં લાફાવાળીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટના સમયે આસપાસના હાજર લોકોમાં ભારે દહેશતનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. અને બાદમાં મામલો માંડ શાંત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો. જે બાદ ગોરવા પોલીસ એક્શનમાં આવી હતી.

કાન પકડી અને હાથ જોડીને પોતાની ભૂલ અંગે માફી માંગી

ગોરવા પોલીસે જાહેરમાં લાફાવાળી કરનાર આસિફ ઘોરી અને સોહેલ રાઠોડને શોધી કાઢ્યો હતો. અને તેને પોલીસ મથકમાં લાવતા જ બંનેએ વારા ફરથી કાન પકડી અને હાથ જોડીને પોતાની ભૂલ અંગે માફી માંગી લીધી હતી. આમ, શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે, શહેરની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરતા તત્વોને સીધાદોર કરવામાં પોલીસને સફળતા મળી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : "ડો. અરોરાને કેમ હેરાન કરે છે..!", કહી મુક્કા વરસાવ્યા

Tags :
accusedapologyaskcaughtforgorwapolicestationVadodaraVideoViral
Next Article