Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : 50 હજારથી વધુ ગરબા ખેલૈયાઓએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ

VADODARA : વડોદરા (VADODARA) ના ગરબા વિશ્વભરમાં જાણીતા છે. ગતરોજ મોડી રાત્રે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (RATAN TATA) નું નિધન થયાના સમાચાર સામે આવતા જ વડોદરાના યુનાઇટેડ વે માં ગરબા રમતા 50 હજારથી વધુ ખેલૈયાઓએ 2 મિનિટનું મૌન પાળીને...
vadodara   50 હજારથી વધુ ગરબા ખેલૈયાઓએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ

VADODARA : વડોદરા (VADODARA) ના ગરબા વિશ્વભરમાં જાણીતા છે. ગતરોજ મોડી રાત્રે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (RATAN TATA) નું નિધન થયાના સમાચાર સામે આવતા જ વડોદરાના યુનાઇટેડ વે માં ગરબા રમતા 50 હજારથી વધુ ખેલૈયાઓએ 2 મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આમ, સંસ્કારી નગરી વડોદરાના સંસ્કાર વધુ એક વખત છલકાયા હતા. રતન ટાટાના નિધનને પગલે આજે રાજ્યમાં એક દિવસનો શોક પાળવામાં આવ્યો છે.

Advertisement

2 મિનિટનું મૌન પાળીને મૌન શ્રદ્ધાંજલિ આપી

મંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) ગત મોડી રાતે 86 વર્ષીય રતન ટાટાએ (Ratan Tata) અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી સમગ્ર વિશ્વમાં ભારે ગમગીની છવાઈ છે. આજે મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકોએ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ પહોંચ્યા હતા. રતન ટાટાના નિધનના સમાચાર ગતરાત્રે સામે આવ્યા હતા. તે સમયે વડોદરામાં લોકો ગરબા ધૂમી રહ્યા હતા. વડોદરાના જાણીતા ગરબા યુનાઇટેડ વે માં 50 હજારથી વધુ ગરબા ખેલૈયાઓ દ્વારા 2 મિનિટનું મૌન પાળીને મૌન શ્રદ્ધાંજલિ આપી હતી. અને વડોદરા સંસ્કારી નગરી છે, તે વાતને ચરિતાર્થ કર્યું હતું.

Advertisement

દેશનું આપણે એક અનમોલ રત્ન ગુમાવ્યું છે

યુનાઇટેડ વે બરોડાના ગાયક અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, ધ્યાનથી સાંભળજો બેટા, આજે આપણા દેશનું આપણે એક અનમોલ રત્ન ગુમાવ્યું છે. આપણા સૌના લાડીલા સર્વશ્રેષ્ઠ દાનવીર રતન ટાટાનું અવસાન થયું છે. આપણે સૌ એમને અહીં બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપીશું.

આ પણ વાંચો -- CM ભૂપેન્દ્ર પટેલ મુંબઈ પહોંચ્યા, Ratan Tata ના પાર્થિવ દેહને પાઠવ્યા શ્રદ્ધાસુમન, CR પાટીલે કહી આ વાત

Advertisement

Tags :
Advertisement

.