ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પોલીસ અને ગરબા આયોજકો વચ્ચે સંકલન જાળવવા મુદ્દાસર સમજ અપાઇ

VADODARA : નવરાત્રી પર્વને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે હવે વડોદરા (VADODARA) ના ગરબા (GARBA) આયોજકો અને પોલીસ વચ્ચે સંકલન જળવાય તે હેતુથી એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 46 ગરબા આયોજકો તથા ત્રણ...
01:47 PM Sep 27, 2024 IST | PARTH PANDYA

VADODARA : નવરાત્રી પર્વને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે હવે વડોદરા (VADODARA) ના ગરબા (GARBA) આયોજકો અને પોલીસ વચ્ચે સંકલન જળવાય તે હેતુથી એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 46 ગરબા આયોજકો તથા ત્રણ રાવણ દહન કાર્યક્રમના આયોજકોનો સમાવેશ થાય છે. તમામને 11 મુદ્દાઓને સાંકળતી સમજ આપવામાં આવી હતી. સાથે જ તેમની પાસેથી સુચનો પણ શહેર પોલીસ કમિશનર દ્વારા મેળવવામાં આવ્યા છે.

મન મુકીને 9 દિવસ ગરબા રમે

વડોદરામાં નવરાત્રી દરમિયાન થતા ગરબા વિશ્વપ્રસિદ્ધ છે. વડોદરાના ગરબામાં ભાગ લેવા માટે ખેલૈયાઓ દેશ-વિદેશથી અહિંયા આવે છે. અને મન મુકીને 9 દિવસ ગરબા રમે છે. ત્યારે ગરબા ટાણે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા સારી રીતે આયોજનો પાર પડે તે ઉદ્દેશ્યથી શહેર પોલીસ કમિશનર અને ગરબા આયોજકો વચ્ચે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંકલન જળવાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો -- VADODARA : ખખડધજ્જ રોડ સુધારવા માટે ભાજપના કાર્યકરે ખેસ પહેરીને લોકફાળો ઉઘરાવ્યો

Tags :
aboutCelebrationCommissionerGarbaMeetingorganizerpeacefulpoliceVadodarawith
Next Article