Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ગણેશજીની આગમન યાત્રા પર 16 ઓગસ્ટ સુધી રોક

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં ગણેશ ઉત્સવની ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે. દરમિયાન આ વર્ષે તિરંગા યાત્રા, દશામાં તથા 15 મી ઓગસ્ટના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો સાથે મીટિંગ યોજી હતી. જેમાં 16...
vadodara   ગણેશજીની આગમન યાત્રા પર 16 ઓગસ્ટ સુધી રોક

VADODARA : વડોદરા (VADODARA) શહેરમાં ગણેશ ઉત્સવની ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે. દરમિયાન આ વર્ષે તિરંગા યાત્રા, દશામાં તથા 15 મી ઓગસ્ટના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો સાથે મીટિંગ યોજી હતી. જેમાં 16 ઓગસ્ટ સુધી શ્રીજીની આગમન યાત્રા નહી કાઢવા માટે સૂચના આપી હતી.આગામી દિવસોમાં ફરી મંડળો સાથે મીટિંગ કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે. ત્યારે ગણેશ મંડળોના સભ્યોએ પણ સહમતી દર્શાવી હતી.

Advertisement

શાબ્દિક ઘર્ષણ થયું હતું

સંસ્કારીનગરી વડોદરામાં દર વર્ષે ભારે ધામધૂમથી ગણેશ ચતુર્થીની તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વડોદરમાં શહેરમાં હજારો નાની-મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાતી હોય છે. તાજેતરમાં રાવપુરા યુવક મંડળ દ્વારા ગણપતિની શોભાયાત્રા રણમુક્તેશ્વર કાઢવા માટે પોલીસ પાસેથી કોઇ પરમિશન લેવામાં આવી ન હતી. જેથી પોલીસ દ્વારા આગમન યાત્રા નહી કાઢવા દેવાતા પોલીસ અને યુવક મંડળના સભ્યો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. આખરે આયોજકોની જીત થતા ડીજ વગર આમગન યાત્રા કાઢવા પોલીસે મંજુરી આપી હતી.

સભ્યોને મીટિંગ માટે બોલાવી નિર્ણય કરાશે

આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મહત્વની જાહેરાત કરી છે. જે અનુસાર, તાજેતરમાં તેઓની ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો સાથે મીટિંગ કરી હતી. જેમાં હાલમાં તિરંગા યાત્રા, સ્વાતંત્ર દિવસ સહિતના ઘણા તહેવારો આવતા હોય ત્યારે આવા સમયે પોલીસ બંદોબસ્ત ત્યાં રોકાયેલો હોવાના કારણે તમામ ગણેશ મંડળના આયોજકોને શ્રીજીની આગમન યાત્રા 16 ઓગસ્ટ સુધી નહી કાઢવા માટે સૂચના આપી હતી. 16 ઓગસ્ટના બાદ ફરી ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને મીટિંગ માટે બોલાવી યોગ્ય નિર્ણય કરાશે. ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટે નીકળનારી પ્રતાપ મડઘા પોળના ગણપતિની આગમન યાત્રા પણ હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.

Advertisement

પોલીસ સતર્ક રહીને કામ કરી રહી છે

તો બીજી તરફ ચાલુ વર્ષે દશામાં ની આગમન યાત્રામાં ડીજેમાં નાચતા થયેલી બબાલમાં યુવક પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ પોલીસ સતર્ક રહીને કામ કરી રહી છે. પોલીસ કમિશનર દ્વારા સમયાંતરે ગણેશ મંડળો સાથે મીટિંગ યોજીને, તેમના પ્રશ્નો જાણી, તેનો ઉકેલ લાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. જેની ગણેશ મંડળો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : તિરંગા યાત્રાને લઇ પોલીસનું જાહેરનામું, જાણો કયા રૂટ ડાયવર્ટ કરાયા

Advertisement

Tags :
Advertisement

.