Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શિનોર તાલુકામાં નર્મદા નદીમાં ચાર યુવાનો તણાયા, જેમાંથી ત્રણ થયાં લાપત્તા 

અહેવાલ - પીન્ટુ પટેલ, વડોદરા વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ચાર તરુણ વયનાં યુવાનો ન્હાવા ઉતર્યા હતાં. જે ચારેય કિશોરો તણાવા લાગ્યાં હતાં, પરંતુ તેમાંનાં એક કિશોરને તરતા આવડતુ હતું. જેથી તે મોતને માત...
vadodara   શિનોર તાલુકામાં નર્મદા નદીમાં ચાર યુવાનો તણાયા  જેમાંથી ત્રણ થયાં લાપત્તા 
અહેવાલ - પીન્ટુ પટેલ, વડોદરા
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ચાર તરુણ વયનાં યુવાનો ન્હાવા ઉતર્યા હતાં. જે ચારેય કિશોરો તણાવા લાગ્યાં હતાં, પરંતુ તેમાંનાં એક કિશોરને તરતા આવડતુ હતું. જેથી તે મોતને માત આપી પાણીમાંથી બહાર આવી ગયો હતો જયારે અન્ય ત્રણ પાણીમાં લાપતા થયાં હતાં. સમગ્ર ઘટના અંગેની જાણ કરજણ ફાયર બ્રિગેડને થતાં તેઓ દ્વારા આ કિશોરોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ૧૫ કલાકની ભારે જેહમત બાદ પણ આ કિશોરોનો પત્તો લાગ્યો ન હતો.
Image preview
શિનોર તાલુકાનાં દિવેર ગામે બનેલી આ ઘટનાને લઈને કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. છેલ્લા 15 કલાકથી કરજણ ફાયર બ્રિગેડની ટીમ લાપતા થયેલ તરુણ યુવાનોની શોધખોળ આદરી હતી. પરંતુ તેઓનો કોઈ પત્તો ન લાગતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમને પણ તેઓએ જાણ કરી હતી અને તે ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ હતી.
શિનોર તાલુકામાં કરૂણ બનાવ બનવા પામ્યો હતો. જેમાં પાદરા તાલુકાનાં ભાદરવી ગામના છ જેટલા કિશોરો ભાઈબીજ કરવા માટે નીકળ્યા હતાં. ત્યારે આ કિશોરોએ દિવેર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા જવાનું નક્કી કર્યું હતું. જેમાં નર્મદા નદીમાં નહાતી વખતે તેઓ સેલ્ફી લેતા હતાં અને વિડીયોગ્રાફી કરી રહ્યા હતાં, તે સમય દરમિયાન છ કિશોરો પૈકીના કિશન વસાવા, અક્ષય વસાવા, સોહીલ વસાવા અને અનિલ વસાવા નર્મદા નદીમાં નાહવા ગયા હતાં. જ્યારે સુભાષ પાટણવાડીયા અને વિશાલ વસાવાને તરતા આવડતું ન હોવાથી તેઓ નહાવા ગયાં ન હતાં અને તેઓ નર્મદા નદીનાં કિનારે તેઓ ઉભા રહીને ફોટોગ્રાફી કરી રહ્યા હતાં.
તે સમય દરમિયાન તરુણ વયનાં આ ચાર યુવાનો નદીનાં પાણીમાં તણાવા લાગ્યા હતાં. તે સમય દરમિયાન એક જ યુવાન જેને તરતા આવડતું હતું તે પરત બહાર આવ્યો હતો અને અન્ય ત્રણ તરુણો જેને તરતા આવડતું ન હતું તેઓ પાણીમાં લાપતા થયાં હતાં.
જાણવા મળતી માહિતી મુજબ, શિનોર તાલુકાનાં દિવેર ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ત્રણ તરુણ યુવાનો લાપતા થયાં હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓનાં પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને પરિવારજનોનું હૈયાફાટ રુદન જોઈ સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
આ સમગ્ર બનાવની જાણ શિનોર પોલીસને થઈ હતી જેથી પોલીસ સહિત મામલતદાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક આ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને જાણવા મળતી માહિતી મુજબ હાલ શિનોર પોલીસે આકસ્મિક ઘટના અંગેનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.