Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દશામાં ની મૂર્તિઓના વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં આજે મધરાતથી જ દશામાંની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું છે. ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણીને દશામાં આજે વિદાય લઇ રહ્યા છે. ત્યારે મૂર્તિ વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું હોવાની વાત સામે આવી છે. શહેરના માંજલપુર...
vadodara   દશામાં ની મૂર્તિઓના વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું

VADODARA : વડોદરા (VADODARA) માં આજે મધરાતથી જ દશામાંની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું છે. ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણીને દશામાં આજે વિદાય લઇ રહ્યા છે. ત્યારે મૂર્તિ વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું હોવાની વાત સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં દશામાં ના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલું કૃત્રિમ તળાવ પરોઢીયા સુધીમાં તો છલોછલ થઇ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે કેટલાક માંઇ ભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો કેટલાક માંઇ ભક્તો અન્યત્રે વિસર્જન કરવાનું તરફ વળી રહ્યા છે.

Advertisement

આજે મધરાતથી દશામાંની મૂર્તિઓનું વિસર્જન

તાજેતરમાં દશામાંના વ્રતની શહેરમાં રંગેચંગે ઉજવણી શરૂ થઇ હતી. વડોદરામાં મોટી સંખ્યામાં જાહેરમાં અને પોતપોતાના ઘરમાં દશામાંની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તોને ત્યાં 10 દિવસનું આતિથ્ય માણીને આજે મધરાતથી દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દશામાંની મૂર્તિઓના વિસર્જનને લઇને તંત્ર તૈયારીઓમાં કાચુ પડ્યું હોવાની વાત સપાટી પર આવી છે.

માન-સન્માન પૂર્વક વિસર્જન કરવું મુશ્કેલ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાલિકા દ્વારા દશામાંની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. આ તળાવમાં મધરાતથી શરૂ થયેલા વિસર્જન બાદ ગણતરીના કલાકોમાં જ છલોછલ થઇ ગયું હોવાનું દેખાઇ રહ્યું છે. જેના કારણે વધુ મૂર્તિઓનું માન-સન્માન પૂર્વક વિસર્જન કરવું મુશ્કેલ બન્યું છે. આ સ્થિતી બાદ પણ ભક્તો માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે આવી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. છલોછલ ભરાઇ ગયેલા કૃત્રિમ તળાવમાં માતાજીનું વિસર્જન કરવું યોગ્ય ન જણાતા કેટલાક ભક્તો દ્વારા ત્યાંથી મૂર્તિ લઇને અન્યત્રે વિસર્જન કરવા નિકળી રહ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જે સ્પષ્ટ બતાવે છે કે, તંત્ર તૈયારીઓમાં કાચું પડ્યું છે.

Advertisement

સત્તાધીશો કૃત્રિમ થવા લાગ્યા

માંઇ ભક્તે મીડિયા સાથે વાતમાં જણાવ્યું કે, જ્યારે સુરસાગરની સ્થિતી હતી ત્યારે ખુબ સારી રીતે વિસર્જન થતું હતું. તેને બંધ કરીને કૃત્રિમ તળાવો કરવામાં આવ્યા છે. માણસ પણ કૃત્રિમ થવા લાગ્યા છે. તેવું મને લાગી રહ્યું છે. કૃત્રિમ તળાવ કર્યા છે, તો તમારે પહેલાથી જ તકેદારી, સાજેદારી ઉપલા લેવલના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ, કે તળાવની ઉંડાઇ અને પહોળાઇ કેટલી છે. આપણી પ્રજાએ સફાળા જાગવાની જરૂર છે. તમને ખુરશી માત્ર સાચવી રાખવા નથી આપી. આવનાર સમયમાં ગણેશજીનું વિસર્જન પણ આવશે. અત્યારે માતાજીનું પાણીમાં વિસર્જન થઇ શક્યું નથી. મધરાત્રે 12 વાગ્યે આ વાતનું ધ્યાન કોણ રાખશે. ચેરમેન અહીંયા આવીને બેસે, અને જુએ. સત્તાધીશો કૃત્રિમ થવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો -- Kutch: મુન્દ્રા નજીક કંપનીમાં ચેનલ તૂટી પડતાં એકનું મોત, 18 લોકો ઘાયલ

Advertisement

Tags :
Advertisement

.