Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ગાળિયામાં ફસાતા જ મગરે ગુલાંટ મારી

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસાની રૂતુમાં રહેણાંક વિસ્તારમાં મગર નિકળવાનું શરૂ થઇ જાય છે. તાજેતરમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 6 ફૂટનો મગર આવી ચઢ્યો હતો. શરૂઆતમાં મગરના તેવર આક્રમક હતા. જેવો તેના ગળે ગાળિયા ફસાયો કે તુરંત તેણે...
03:19 PM Aug 11, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસાની રૂતુમાં રહેણાંક વિસ્તારમાં મગર નિકળવાનું શરૂ થઇ જાય છે. તાજેતરમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 6 ફૂટનો મગર આવી ચઢ્યો હતો. શરૂઆતમાં મગરના તેવર આક્રમક હતા. જેવો તેના ગળે ગાળિયા ફસાયો કે તુરંત તેણે ગુલાંટ મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ ધીરે ધીરે તેના તેવર શાંત થયા હતા. અને આખરે મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગના સલામત રીતે સોંપી દેવામાં આવ્યો હતો.

6 ફૂટનો એક મગર આવી ચઢ્યો

વડોદરામાં મગર અને માનવ વસ્તી નજીકમાં વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં મગર રહેણાંક વિસ્તારોમાં નિકળવાનું શરૂ થઇ જાય છે. જો કે, વડોદરામાં જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ વધુ પ્રમાણમાં હોવાથી મગર અને માનવો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ ઓછી બને છે. વિતેલા ત્રણ દિવસથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ગતરાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વર્ધમાન સોસાયટીમાં 6 ફૂટનો એક મગર આવી ચઢ્યો હતો.

ગુલાંટ મારવાનું શરૂ કર્યું

મગર દેખાતા સ્થાનિકોએ રેસ્ક્યૂ માટે કોલ કર્યો હતો. બાદમાં વન વિભાગ તથા અન્ય સેવાભાવી એનજીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને મગરને રેસ્ક્યૂ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. શરૂઆતમાં મગરના તેવર આક્રમક હતા. જેવો મગરના ગળે ગાળિયો ફસાયો ત્યાં તો તેણે બચવા માટે ગુલાંટ મારવાનું શરૂ કરી દીધું હતું. સામે રેસ્કર્યૂની ટીમ દ્વારા તેના પર ઓઢાડીને તેને અટકાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

વન વિભાગમાં સુપરત કરવામાં આવ્યો

રેસ્ક્યૂની ટીમ દ્વારા પણ તેમના પ્રયત્નો જારી રાખવામાં આવતા આખરે મગરને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યો હતો. આ મગરને રેસ્ક્યૂ કરીને સલામત રીતે વન વિભાગમાં સુપરત કરવામાં આવ્યો છે. મગર રેસ્ક્યૂ થવાના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો -- VADODARA : નર્મદા નદીમાં 1.35 લાખ કયુસેક પાણી છોડાશે, તંત્ર સતર્ક

Tags :
aggressivecaughtCrocodileinnaturesocietyVadodara
Next Article