Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ડફેર ગેંગના ત્રણ માથાભારે ઝબ્બે, હાઇ-વે પર કહેરનો સિલસિલો થોભ્યો

VADODARA : માર્ચ - 2024 માં વડોદરા (VADODARA) ના મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) ની હદમાં હાઇ-વે પર લધુશંકાએ ગયેલા શખ્સને ત્રણ અજાણ્યા ઇસમો દ્વારા ઉંચકી જઇને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભોગ બનનારનો મોબાઇલ ફોન અને રોકડા...
vadodara   ડફેર ગેંગના ત્રણ માથાભારે ઝબ્બે  હાઇ વે પર કહેરનો સિલસિલો થોભ્યો

VADODARA : માર્ચ - 2024 માં વડોદરા (VADODARA) ના મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) ની હદમાં હાઇ-વે પર લધુશંકાએ ગયેલા શખ્સને ત્રણ અજાણ્યા ઇસમો દ્વારા ઉંચકી જઇને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભોગ બનનારનો મોબાઇલ ફોન અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ એપ્રીલ માસમાં સુંદરપુરા પાટીયા પાસે એરંડાના ખેતરમાં અજાણ્યા શખ્સો દ્વારા ટ્રક ડ્રાઇવર મેરાજખાન કમરૂજમા ખાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. બંને ગુનાઓ અત્યાર સુધી અનડિટેક્ટેડ હતા. જેથી ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા તેને ઉકેલવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Advertisement

ગુનાઓનો બારીકાઇપૂર્વક અભ્યાસ કામ લાગ્યો

ઉપરોક્ત મામલે ડડફેર ગેંગની સંડોવણીની આશંકાએ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની વિગતો એકત્ર કરી, ટેક્નિકલ, અને હ્યુમન સોર્સ તથા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ અને નડીયાદ હાઇવે રોબરીના ગુનામાં આરોપી અહેમદ ઉર્ફે ટોડા શકુરભાઇ મોરી (ડફેર) (રહે. શિયાણી ગામ, લીંબડી, સુરેન્દ્રનગર), હાજીભાઇ દાઉદભાઇ મોરી (ડફેર) (રહે. બાજરડા ગામ, ધંધુકા, અમદાવાદ), કાળુભાઇ ઉર્ફે ટીનો ઉર્ફે સલીમ ઉમરભાઇ ખારાઇ (ડફેર) (રહે. મીઠાપર) ના સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાઓનો બારીકાઇપૂર્વક અભ્યાસ કરવામાં આવતા તેમની વડોદરામાં આચરવામાં આવેલા ગુનામાં પ્રબળ સંડોવણી હોવાનું સપાટી પર આવ્યું હતું. ત્યાર બાદ તેઓની સઘન રીતે પુછપરછ કરવામાં આવતા તેઓ ભાંગી પડ્યા હતા.

ગુના કબુલ કર્યા

તેમણે ડ્રાઇવરને ડંડા વડે માર મારી તેનો મોબાઇલ અને પૈસા લૂંટ્યા હોવાનું કબુલ્યું હતું. અને અન્ય ગુનાની વિગતો પણ કબુલી હતી. આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરી તેઓનો મકરપુરા પોલીસ મથકમાં સોંપવાની કાર્યવાહી કરી છે.

Advertisement

ત્રણની ધરપકડ, એક વોન્ટેડ

ઉપરોક્ત ગુનામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અહેમદ ઉર્ફે ટોડા શકુરભાઇ મોરી (ડફેર) (રહે. શિયાણી ગામ, લીંબડી, સુરેન્દ્રનગર), હાજીભાઇ દાઉદભાઇ મોરી (ડફેર) (રહે. બાજરડા ગામ, ધંધુકા, અમદાવાદ), કાળુભાઇ ઉર્ફે ટીનો ઉર્ફે સલીમ ઉમરભાઇ ખારાઇ (ડફેર) (રહે. મીઠાપર) ની ધરપકડ કરી છે. જ્યારે ઇસ્માઇલ ઉર્ફે ગીલ્લી જીકાભાઇ ખારાઇ (રહે. ગુંજાર, ધંધુકા, અમદાવાદ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ સામે કુલ મળીને ચાર ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી ત્રણ હાઇ-વે રોબરીના છે.

આ પણ વાંચો -- VADODARA : જુની વાતની રીસ રાખીને પ્રેમીકા પર લાકડાના ફટકા ઝીંકતા મોત

Advertisement

Tags :
Advertisement

.