Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ખાનગી કંપનીના કન્ટ્રી હેડ જોડે કતારમાં ગુનેગાર જેવું વર્તન

VADODARA : કન્ટ્રી હેડ અમિત ગુપ્તાને 80 દિવસથી કતાર સ્ટેટ સિક્યોરીટી દ્વારા ઝડપી પાડીને તેને અંધારી કોટડીમાં કેદ કરી દેવામાં આવ્યો છે.
vadodara   ખાનગી કંપનીના કન્ટ્રી હેડ જોડે કતારમાં ગુનેગાર જેવું વર્તન
Advertisement

VADODARA : વડોદરાના મરકપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા ઓએનજીસીના નિવૃત્ત ચીફ એન્જિનિયરના પુત્રને કતારના દોહામાં ઝડપી પાડવામાં આવ્યો છે. તેને અંધારી કોટડીમાં ગોંધી રાખવામાં આવ્યો છે. આ મામલે અનેક પ્રયત્નો છતાંય કોઇ સફળતા નહીં મળતા આખરે પરિવારે વડાપ્રધાન કાર્યાલયમાં મદદની ગુહાર લગાવી છે. ગોંધી રાખવામાં આવેલો યુવક અમિત ગુપ્તા ખાનગી કંપનીનો કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવે છે. તેની જોડે અમાનવીય વ્યવહાર કરવામાં આવતા પરિજનોની ચિંતામાં વધારો થયો છે. (COUNTRY HEAD OF PRIVATE COMPANY TREATED LIKE CRIMINAL IN QATAR-DOHA)

Advertisement

સ્થાનિક સત્તાધીશો કોઇ સ્પષ્ટતા કરતા નથી

દેશની જાણીતી મલ્ટી નેશનલ કંપનીના કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવતા અમિત ગુપ્તાને 80 દિવસથી કતાર સ્ટેટ સિક્યોરીટી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. અને તેને અંધારી કોટડીમાં કેદ કરવામાં આવ્યો છે. તેની કયા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે, તે અંગે સ્થાનિક સત્તાધીશો કોઇ સ્પષ્ટતા કરતા નથી. 80 દિવસ વિતી ગયા બાદ પણ પરિજનોએ અમિતનું મોઢું જોયું નથી. આખરે આ મામલે વડાપ્રધાન કાર્યાલય, વિદેશ મંત્રી તથા લોકસભા અધ્યક્ષ સુધી રજુઆત કરવામાં આવી છે.

Advertisement

પરિવાર સાથે રેસ્ટોરેન્ટમાં જમીને પરત ફરી રહ્યા હતા

પુત્રની ધરપકડ કરવામાં આવી હોવાની જાણ થતા જ તેના માતા-પિતા તાત્કાલિક કતાર પહોંચ્યા હતા. પરંતુ તેમને પુત્રને મળવા દેવાયા ન્હતા. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, અમિત ગુપ્તાના લગ્ન વડોદરાની આકાંક્ષા ગુપ્તા સાથે થયા છે. લગ્ન બાદથી દંપતિ કતારની રાજધાની દોહામાં સ્થાયી થયા છે. 1, જાન્યુઆરીના રોજ અમિત ગુપ્તા પરિવાર સાથે રેસ્ટોરેન્ટમાં જમીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કતાર સ્ટેટ સિક્યોરીટી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જો કે, તેઓને કસ્ટડીમાં લેવા અંગે કોઇ નક્કર કારણ આપ્યું ન્હતું. ત્યાર બાદથી લઇને આજદિન સુધી પરિજનોને મળવા દેવામાં આવ્યા નથી.

Advertisement

આરોપોને લગતા પુરાવા અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી

સુત્રોના જણાવ્યા અનુસાર, કંપની વતી થયેલી ટેન્ડર પ્રક્રિયામાં શંકાસ્પદ નાણાંકિય વ્યવહારની આશંકાએ આ પગલું ભરવામાં આવ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. જો કે, આરોપોને લગતા પુરાવા અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઘટના અંગે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું કે, મેં વિદેશ મંત્રાલયમાં જાણકારી આપીને મદદ માટે જણાવ્યું છે. અમિત ગુપ્તાને ઝડપથી છુટકારો થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. હું સતત વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું.

આ પણ વાંચો ---  VADODARA : રક્ષિતકાંડમાં કારના ડેટા મેળવવા કંપનીની મદદ લેવાઇ

Tags :
Advertisement

Trending News

.

×