Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ઇન્સ્યોરન્સ ક્લેઇમ નામંજુર કરતા કંપનીને ગ્રાહક કમિશનની ફટકાર

VADODARA : વડોદરા (VADODARA) ના વેપારીએ બેંકમાંથી લોન લીધી હતી. લોક સાથે બેંક દ્વારા વેપારીનો ઇન્સ્યોરન્સ પોલિસી આપી હતી. બાદમાં વેપારનું મૃત્યુ થતા તેમના પત્નીએ પોલિસી ક્લેઇમ કરી હતી. જો કે, કંપની દ્વારા બહાનુ આગળ ધરીને ક્લેઇમ રીજેક્ટ કરી દીધો...
vadodara   ઇન્સ્યોરન્સ ક્લેઇમ નામંજુર કરતા કંપનીને ગ્રાહક કમિશનની ફટકાર

VADODARA : વડોદરા (VADODARA) ના વેપારીએ બેંકમાંથી લોન લીધી હતી. લોક સાથે બેંક દ્વારા વેપારીનો ઇન્સ્યોરન્સ પોલિસી આપી હતી. બાદમાં વેપારનું મૃત્યુ થતા તેમના પત્નીએ પોલિસી ક્લેઇમ કરી હતી. જો કે, કંપની દ્વારા બહાનુ આગળ ધરીને ક્લેઇમ રીજેક્ટ કરી દીધો હતો. બાદમાં રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ માં અપીલ કરવામાં આવી હતી. જેમાં ગ્રાહકની તરફેણમાં ચુકાદો આવ્યો છે.

Advertisement

બે પોલિસી લેવડાવી

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, ગૌતમકુમાર જાનીએ ફ્લેટ ખરીદવા માટે ફાયનાન્સ કંપની પાસેથી રૂ. 11.80 લાખની લોન લીધી હતી. જે લોન તેમણે ખાનગી બેંકમાં ટ્રાન્સફર કરી હતી, અને બેંકે તેમને રૂ.3 લાખની બીજી લોન આપી હતી, જે બંને લોનના હપ્તા તેઓ ભરતા હતા. સાથે જ બે લોન માટે તેઓની સાથે થયેલ કરાર મુજબ જનરલ ઇન્સ્યોરન્સની બે પોલિસી લેવડાવી હતી, જેનું પ્રિમિયમ ચૂકવ્યુ હતું.

ક્લેઈમ નામંજૂર કર્યો

આ દરમિયાન ઓગસ્ટ - 2021 માં ગૌતમકુમારનું છાતીના દુખાવાને લઇ હોસ્પિટલ જતાં એમ્બુલન્સમાં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ સ્વ. ગૌતમકુમાર ના પત્ની કેતલબેનને હપ્તા ન ભરાવવાના કારણે ફ્લેટ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. ત્યારે બે ક્લેઈમ મૂકતાં ઇન્સ્યોરન્સ કંપનીએ મૃત્યુનું કારણ પોલિસીમા જણાવેલ બિમારીઓ મુજબનું ન હોય ક્લેઈમ નામંજૂર કર્યો હતો. જે અંગે કેતલબેને જિલ્લા ગ્રાહક કમિશન વડોદરા (મેઈન) માં ફરિયાદ કરી હતી. જેને રદ્દ કરવામાં આવી હતી. જે અંગે 'જાગૃત નાગરિક' સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પી.વી. મુરજાણીની મદદથી રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ માં અપીલ કરી જરૂરી પૂરાવાઓ સાથેની દલીલ કરવામાં આવી હતી.

Advertisement

પૈસા ચૂકવવા હૂકમ

જિલ્લા ગ્રાહક કમિશન અમદાવાદે પૂરાવાઓ ગ્રાહ્ય રાખી જિલ્લા ગ્રાહક કમિશન વડોદરાના હૂકમને રદ્દ કરી વિધવા કેતલબેન જાનીને પ્રથમ પોલિસી ક્લેઈમ પેટે રૂ.11.05 લાખ તથા બીજી પોલિસીના ક્લેઈમ પેટે રૂ. 2.81 લાખ મળી કુલ રૂ. 13.86 લાખ 9% વ્યાજ સાથે ચૂકવી આપવા તથા માનસિક ત્રાસના રૂ. 20 હજાર ચૂકવવાનો હૂકમ કર્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતા જ આરોપીને દબોચી લેવાયો

Advertisement

Tags :
Advertisement

.