Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કોંગ્રેસની જનઆક્રોશ રેલી સામે લોકોનો વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) ના પૂર પીડિતો ન્યાય અપાવવા માટે આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સયાજીનગર ગૃહથી જિલ્લા કલેક્ટર કચેરીએ જશે. અને ત્યાં જઇને આવેદન પત્ર આપશે તેમ જાણવા મળી રહ્યું છે. ત્યારે...
vadodara   કોંગ્રેસની જનઆક્રોશ રેલી સામે લોકોનો વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) ના પૂર પીડિતો ન્યાય અપાવવા માટે આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સયાજીનગર ગૃહથી જિલ્લા કલેક્ટર કચેરીએ જશે. અને ત્યાં જઇને આવેદન પત્ર આપશે તેમ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ રેલીની શરૂઆત થાય તે પહેલા સ્થળ પર મોટી સંખ્ચામાં ભાજપ સમર્થિત લોકો આવી પહોંચ્યા હતા. અને કોંગ્રેસની જન આક્રોશ રેલીનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે, પૂર આવ્યું તેમાં ભાજપે કીટો અને ઘરે ઘરે લોકોને દુધ અને પાણી પહોંચાડ્યા છે. અમે કોઇના કહેવાથી આવ્યા નથી.

Advertisement

કોઇ કોંગ્રેસવાળો અમારે ત્યાં જોવા આવ્યો નથી

કોંગ્રેસની જનઆક્રોષ રેલીના વિરોધમાં આવેલા લોકોએ જણાવ્યું કે, અમે માણેજા, મકરપુરા, જાબુઆ, તરસાલી વિસ્તારમાંથી આવ્યા છીએ. અમે 500 જેટલા લોકો વિરોધ કરવા આવ્યા છીએ. અમે ભાજપને સમર્પિત છીએ. અમને કોંગ્રેસ નથી ગમતી. અમને ભાજપે ખુબ સપોર્ટ કર્યો છે. અત્યારે પૂર આવ્યું તેમાં કીટો અને ઘરે ઘરે લોકોને દુધ અને પાણી પહોંચાડ્યા છે. અમે કોઇના કહેવાથી આવ્યા નથી. અમે અમારી રીતે વિરોધ કરવા આવ્યા છીએ. કોઇ કોંગ્રેસવાળો અમારે ત્યાં જોવા આવ્યો નથી. અમને બીજેપીએ સપોર્ટ કર્યો હતો. અમારે ત્યાં બધુ જ પહોંચ્યું હતું. પૂરમાં જે અનુભવો કર્યા છે. પૂરના સમયે પાણી, જમવાની વ્યવસ્થા ન્હતી. અમને ભાજપ તરફથી વ્યવસ્થા મળી હતી. પહેલા દિવસથી અમને મદદ મળી હતી. ફૂડ પેકેટ તથા પીવાનું પાણી મોકલવામાં આવ્યું હતું.

નફરત કે બાઝાર મેં મહોબ્બતકી દુકાન

કોંગ્રેસના શહેર પ્રમુખ રૂત્વિજ જોષીએ જણાવ્યું કે, આ લોકો ભાજપના છે. અમે તો રાહુલ ગાંધીના સિપાહીઓ છીએ. નફરત કે બાઝાર મેં મહોબ્બતકી દુકાન ખોલી રહ્યા છીએ. અમે તમામને નમન કરી રહ્યા છીએ, તેમને પણ જોડાવવા માટે કહી રહ્યા છીએ. પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ જણાવ્યું કે, લોકોના નુકશાનની ભરપાઇ કરો. શું કામ વિરોધ કરો છો. સત્તાપર બેસીની વિરોધ કરો છો. આ તે કેવી સત્તા.

Advertisement

એક પછી એક મોટા નેતાઓ દ્વારા સંબોધન

તો બીજી તરફ લોકોની મોટી સંખ્યામાં હાજરીને પગલે પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળ્યો હતો. ભાજપ સમર્થિત લોકોના વિરોધને અવગણીને કોંગ્રેસ દ્વારા પોતાની તૈયારીઓ ચાલુ રાખવામાં આવી હતી. એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ આવતા ગયા અને તેમની હાજરીમાં અકોટાના સયાજીનગર ગૃહ ખાતે એક પછી એક મોટા નેતાઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓનું માનીએ તો ખરા પૂર પીડિતો તેમની સાથે ઓડિયોરીટમમાં હાજર છે.

આ પણ વાંચો -- VADODARA : કેન્દ્ર સરકારની ટીમ શહેરની મુલાકાતે, પૂરની સ્થિતીની સમીક્ષા હાથ ધરાશે

Advertisement

Tags :
Advertisement

.