ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ગરબાનો નફો કેન્સર હોસ્પિટલ બનાવવામાં વપરાશે

VADODARA : ગુજરાત રાજયના ખૂણે ખૂણે કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ભક્તિ દ્વારા એકતાની શક્તિ સાથે માનવ સેવા પરમો ધર્મના સંસ્કૃતિ બીજ સાથે સર્વ સમાજની સેવા કરવા નવા સંકલ્પ સાથે રાષ્ટ્રને સાથે રાખી સમાજમાં સેવાનું કાર્ય...
03:50 PM Oct 04, 2024 IST | PARTH PANDYA

VADODARA : ગુજરાત રાજયના ખૂણે ખૂણે કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ભક્તિ દ્વારા એકતાની શક્તિ સાથે માનવ સેવા પરમો ધર્મના સંસ્કૃતિ બીજ સાથે સર્વ સમાજની સેવા કરવા નવા સંકલ્પ સાથે રાષ્ટ્રને સાથે રાખી સમાજમાં સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. અમરેલી ગામે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ચેરમેન નરેશભાઈ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યંત આધુનિક ટેકનોલોજી સભર નૂતન કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.

દર્દીઓ માટે ૬૦૦ બેડ બનાવવામાં આવી રહ્યા છે

માનવતા પરમ ધર્મને સાર્થક કરતું ખોડલધામ ટ્રસ્ટ કાગવડના મુખ્ય ધ્યયોમાં દેશ શિક્ષણ, આરોગ્ય અને કૃષિના વિષયમાં ખૂબ જ કામ કરી રહ્યું ત્યારે તેણે આગળ વધારતા રાજકોટ પાસે આવેલ અમરેલી ગામે અત્યારે આધુનિક સુવિધા સભર નૂતન કેન્સર હોસ્પિટલનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. મધ્યમ તથા ગરીબ પરિવારની વાહરે આવી ગયું છે. ખોડલધામ ટ્રસ્ટનું કેન્સર હોસ્પિટલ જેમાં દર્દીઓ માટે ૬૦૦ બેડ બનાવવામાં આવી રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને ટાટા કંપનીની કન્સલટન્સી દ્વારા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ત્રણ ફેસમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં પ્રથમ ફેજ તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૭માં ૨૫૦ બેડ સાથે લોકોની અદ્યતન સુવિધા સાથે લોકાર્પણ કરવામાં આવશે.

બહેનો માટે ટ્રેડિશનલ ડ્રેસમાં સંપૂર્ણ પ્રવેશ નિશુલ્ક

આ વખતે નવરાત્રીના દિવસોમાં બેહનો માટે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં ૪૦ જેટલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ સમાજની બહેનો માટે ટ્રેડિશનલ ડ્રેસમાં સંપૂર્ણ પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવેલ છે સાથે જ ભાઈઓ માટે નજીવા દરે ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ ગરબામાં જે કાંઈ રૂપિયા બચશે તે હોસ્પિટલના દર્દીઓની સારવાર અને વિકાસમાં વપરાશે.

હોસ્પિટલ ૨૦૩૦ માં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે

મધ્ય ગુજરાત ઝોનના કન્વીનર અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના કન્વીનર કુમુદ અકબરીએ જણાવ્યું છે કે આ અધ્યતન ટેકનોલોજી સફર કેન્સર હોસ્પિટલ ૨૦૩૦ માં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. ગુજરાતના કેન્સર જેવા ભયાનક બીમારીમાં પહેલા ગરીબ નાગરિકોની અધ્યતન સાધનો સાથે સંપૂર્ણ સારવાર મફત કરવામાં આવશે.

ફાલ્ગુની આર. ભેંસાણીયાના મધુર કંઠે સૂર,સંગીતના ગરબાની રમઝટ

ખોડલધામ ટ્રસ્ટ વડોદરામાં સતત સાત વર્ષથી સપ્તપદી પાર્ટી પ્લોટ છાણી ખાતે ગરબાનું આયોજન કરે છે જેમાં કોકિલકંઠી ગાયિકા ફાલ્ગુની આર. ભેંસાણીયાના મધુર કંઠે સૂર,સંગીતના ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે.

આ પણ વાંચો -- VADODARA : પહેલા નોરતે ગરબા મેદાન કાદવથી લથપથ, ડિવાઇડર બન્યું પાર્કિંગ સ્ટેન્ડ

Tags :
BuildcancercommunityforGarbaHospitalPeopleVadodara
Next Article