ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : દાદા ભગવાનની ખાસ સ્મરણિકા ટપાલ ટિકિટનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

VADODARA : પૂ. દાદા ભગવાનના વાણી અને વ્યવહાર થકી આજની પેઢીઓ સમસ્યાઓ, પ્રદૂષણ અને પડકાર સાથે કેવી રીતે જીવવું તે પ્રાપ્ત થઈ રહ્યું છે
07:59 AM Nov 11, 2024 IST | PARTH PANDYA

VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CHIEF MINISTER OF GUJARAT - BHUPENDRA BHAI PATEL) વડોદરા (VADODARA) ખાતે આયોજિત દાદા ભગવાન (DADA BHAGWAN) ની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રી અને આત્મજ્ઞાની દીપકભાઇએ ભારત સરકારના ડાક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી દાદા ભગવાનની સ્મરણિકા ટપાલ ટિકિટનું વિમોચન પણ કર્યું હતું.

જ્ઞાન કર્મ કે તબક્કા વગર સીધુ જ આત્મજ્ઞાન પહોંચાડે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મનનીય પ્રવચનમાં જણાવ્યું કે, દરેક સંપ્રદાય એક જ અંતિમ સત્યની વાત કરે છે તે છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન મેળવવાના અનેક માર્ગ છે. અન્ય સંપ્રદાય તબક્કાવાર જ્ઞાન પર ભાર મૂકે છે પરંતુ પૂ. દાદા ભગવાને આપેલ જ્ઞાન કર્મ કે તબક્કા વગર સીધુ જ આત્મજ્ઞાન પહોંચાડે છે. પૂ. દાદા ભગવાનના વાણી અને વ્યવહાર થકી આજની પેઢીઓ સમસ્યાઓ, પ્રદૂષણ અને પડકાર સાથે કેવી રીતે જીવવું તે પ્રાપ્ત થઈ રહ્યું છે.

સાધુ, સાદુ અને સરળ જીવન થકી મુક્તિનો માર્ગ

દાદા ભગવાનની જીવનવીથિકાનો ટૂંકો પરિચય આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને સુરતના રેલ્વે સ્ટેશનમાં આત્મજ્ઞાની પ્રાપ્તી થઇ હતી અને અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ અક્રમ વિજ્ઞાન થકી દેશવિદેશમાં અનેક લોકો કર્મમુક્ત જીવન જીવવાનો માર્ગ અપનાવી મોક્ષ માર્ગે આગળ વધી રહ્યા છે. સાધુ, સાદુ અને સરળ જીવન થકી મુક્તિનો માર્ગ દાદા ભગવાને પ્રશસ્ત કર્યો છે.

નવલખી મેદાનમાં જોવા જેવી દુનિયાનું નિર્માણ થયું

પૂજ્ય દાદા ભગવાનની કર્મભૂમિ અને જેમના જીવવાનો અંતિમ સમય પણ વડોદરામાં વિતાવ્યો છે. વડોદરાની મામાની પોળ દાદા ભગવાનના ઋણાનુબંધની ભૂમિ છે. તેમના વારસા અને જ્ઞાન પ્રકાશ થકી આજે વડોદરાના નવલખી મેદાનમાં જોવા જેવી દુનિયાનું નિર્માણ થયું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન થવાથી સોનામાં સુગંધ ભળી

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી ઓર વિરાસત ભીના સંકલ્પ સૂત્ર હેઠળ પૂજ્ય શ્રી દાદા ભગવાનના છબીવાળા પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરવામાં આવ્યું છે. પૂ. દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતીની ઉજવણી અને આજે જ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન થવાથી સોનામાં સુગંધ ભળી છે.

મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે ઉપસ્થિત સૌ મહાત્માઓને પ્રાર્થના

ઉપસ્થિત સર્વ જ્ઞાન મુમુક્ષોને જ્ઞાન વિધિનો અચૂક લાભ લેવા માટે નમ્ર અપીલ કરતા જણાવ્યું કે જ્ઞાન વિધિ પ્રાપ્ત થયાં બાદ બીજામાં દોષ જોવા કરતાં પોતાના દોષ શોધીને પોતાનામાં સુધારો લાવવાની પદ્ધતિ જીવનમાં કેળવાશે. આ સાથે 'મારો જ્ઞાન દિવસ છે' તેમ કહીને તેમના મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે ઉપસ્થિત સૌ મહાત્માઓને પ્રાર્થના કરવા માટે જણાવ્યું હતુ.

સાંસ્કૃતિક કાર્યક્રમો રસપૂર્વક નીહાળ્યા

આ કાર્યક્રમમાં પૂજ્ય દીપક ભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય સંચાર મંત્રાલયના પ્રતિનિધિ તથા વડોદરા પોસ્ટલ માસ્ટર જનરલ દિનેશ શર્માના હસ્તે પોસ્ટલ સ્ટેમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને મહાનુભાવો આરતી ઉતારી આશકા લીધી હતી. બાદમાં પ્રસ્તુત કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રસપૂર્વક નીહાળ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાંથી બાળશ્રમિકોને મુક્ત કરાવાયા

Tags :
anniversaryBhagwanbirthCMDadaGujaratofonpostalreleasespecialticketsVadodara
Next Article