Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચાલતી જતી કારમાં આગ, સમયસૂચકતાથી જીવ બચ્યો

VADODARA : કાર નટુભાઇ સર્કલથી પસાર થઇ રહી હતી. તેવામાં અચાનક બોનેટ પાસેથી ધૂમાડા નિકળતા ચાલક તથા અન્ય તેમાંથી બહાર આવી ગયા
vadodara   ચાલતી જતી કારમાં આગ  સમયસૂચકતાથી જીવ બચ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) શહેરના નટુભાઇ સર્કલ પાસે ચાલતી જતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધૂમાડો જોઇ જતા ચાલક તથા અન્ય તુરંત બહાર નિકળી ગયા હતા. જેને પગલે જીવ બચ્યો હતો. સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગ પર ફાયર એક્સ્ટીંગ્યુશર વડે પાવડરનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવી લેવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

સલામત અંતરે દુર ખસી ગયા

વડોદરામાં કારમાં આગ લાગવાની ઘટનાઓ ચિંંતાજનક રીતે સામે આવી રહી છે. તાજેતરમાં સુરતથી પરિવાર વડોદરા કામ અર્થે આવ્યું હતું. દરમિયાન તેમની કાર નટુભાઇ સર્કલથી પસાર થઇ રહી હતી. તેવામાં અચાનક કારની આગળના બોનેટ પાસેથી ધૂમાડા નિકળતા ચાલક તથા અન્ય તેમાંથી બહાર આવી ગયા હતા. અને સલામત અંતરે દુર ખસી ગયા હતા. તેમની નજરોની સામે ધૂમાડા વચ્ચેથી આગ નિકળી હતી. અને ધીરે ધીરે પ્રસરી રહી હતી. ઘટનાને પગલે લોકટોળા એકત્ર થઇ ગયા હતા.

Advertisement

કાબુ મેળવી લેવામાં આવતા તમામે હાશકારો અનુભવ્યો

આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દરમિયાન નજીકમાંથી કોઇક હાથમાં ફાયર એક્સ્ટીંગ્યુશર લઇને આવી પહોંચ્યું હતું. અને આગ પર પાવડરનો મારો ચલાવ્યો હતો. જે બાદ ગણતરીની મીનીટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ વધુ વકરે તે પહેલા જ તેના પર કાબુ મેળવી લેવામાં આવતા તમામે હાશકારો અનુભવ્યો હતો. આ ઘટનામાં ફાયર બ્રિગેડના આવતા પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ ઘટનામાં આગ લાગવા પાછળનું કોઇ કારણ જાણી શકાયું નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કોમ્પલેક્ષની લિફ્ટનો દરવાજો કાપીને મહિલા અને બાળકનું રેસ્ક્યૂ

Tags :
Advertisement

Trending News

.

×