Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટનું જણાવી રૂ. 14.19 લાખનો ચુનો ચોપડ્યો

VADODARA : વડોદરા (VADODARA) પાસેના ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેન (BULLET TRAIN PROJECT) ના નિરમા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ હોવાનું જણાવીને પેટ્રોલ-ડિઝલ પંપના સંચાલક જોડે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. 16 હજાર લિટર ડિઝલ પુરાવ્યા બાદ તેના પૈસાની ચુકવણી કરવામાં...
vadodara   બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટનું જણાવી રૂ  14 19 લાખનો ચુનો ચોપડ્યો

VADODARA : વડોદરા (VADODARA) પાસેના ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેન (BULLET TRAIN PROJECT) ના નિરમા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ હોવાનું જણાવીને પેટ્રોલ-ડિઝલ પંપના સંચાલક જોડે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. 16 હજાર લિટર ડિઝલ પુરાવ્યા બાદ તેના પૈસાની ચુકવણી કરવામાં ન આવતા આખરે મામલો મંજુસર પોલીસ મથક પહોંચ્યો છે. અને આ મામલે એક શખ્સ સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

કોઇ અધિકારી સાથે વાત પણ કરાવી

મંજુસર પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા (રહે. દુમાડ ગામ, મોટુ ફળિયુ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ દુમાડ ગામમાં વાઘેશ્વરી પેટ્રોલ-ડિઝલ પંપ ચલાવે છે. પેટ્રોલ પંપની ઓફીસમાં વર્કરો તથા હિસાબ કિતાબ માટે મેનેજર તરીરે પૃથ્વીરાજસિંહને રાખવામાં આવ્યા છે. વર્ષ 2021 માં દિપ ઇન્ફ્રા રોલવે પ્રા. લિ. ના ડિરેક્ટર કરણસિંહ ચૌહાણ (મુળ રહે. નવી મુંબઇ) (ઓફીસ. શેલ્ટન ક્યુબીક બેલાપુરા, નવી મુંબઇ) (હાલ રહે. ઓડ ચોકડી, એમ.કે. એવન્યુ, આણંદ) નો સંપર્ક થયો હતો. તેઓ એલ એન્ડ ટી. કંપનીમાં વર્ક એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટર હોવાનું જણાવ્યું હતું. અને ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેનના નિર્માણ પ્રોજેક્ટમાં કપચી વગેરે જેવી ભારે સામગ્રીના પરિવહન માટે એલ. એન્ડ ટી કંપની દ્વારા ચાલી રહી છે. તે સંદર્ભે કોઇ અધિકારી સાથે વાત કરાવી હતી. બાદમાં ડિસેમ્બર - 2021 માં અલગ અલગ 6 વાહનોમાં મળીને કુલ 16 હજાર લીટર ડિઝલ પુરાવ્યું હતું. જેની કિંમત રૂ. 14.19 લાખ થવા પામે છે.

ચુકવણી ન કરતા ડિઝલ આપવાનું બંધ કરાયું

આ નાણાં 1 - 15 તારીખમાં પુરાવીને તેનું બીલ 20 તારીખની અંદર ચુકવી દેવાનું અને 16 - 31 તારીખમાં ચુકવી દેવાનું રહેશે તેવું તેઓના લેટર પેડમાં કરાર કરવામાં આવ્યો હતો. જો કે, તે પ્રમાણે થયું ન્હતું. ઉપરોક્ત ઘટનામાં કરાર મુજબ પૈસાની ચુકવણી ન કરતા આખરે ડિઝલ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે કરણસિંહ ચૌહાણ (મુળ રહે. નવી મુંબઇ) (ઓફીસ. શેલ્ટન ક્યુબીક બેલાપુરા, નવી મુંબઇ) (હાલ રહે. ઓડ ચોકડી, એમ.કે. એવન્યુ, આણંદ) સામે વિશ્વાસઘાત તથા છેતરપિંડી સહિતના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ફિલ્મના ઈંટરવલમાં બુટલેગરોનો "સીન" થઇ ગયો

Advertisement
Tags :
Advertisement

.