ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ભાયલી ગેંગ રેપ કેસમાં દુષ્કર્મીઓએ મુદત માંગી

VADODARA : પાંચેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા, જેમાં સૈફઅલી બનજારા અને અજમલ બનજારાએ વકીલ રોક્યા હોવાનું સપાટી પર આવ્યું
10:21 AM Nov 08, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના ચકચારી ભાયલી ગેંગ રેપ કેસ (BHAYLI GANG RAPE CASE - VADODARA) માં દુષ્કર્મના આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કુલ પાંચ પૈકી દુષ્કર્મ આચરનાર ત્રણ મુખ્ય આરોપીઓ દ્વારા વકીલ રોકવા માટેની મુદત કોર્ટમાં માંગવામાં આવી છે. જેથી આ મામલાની સુનવણી માટે 12 મી તારીખે તેઓને કોર્ટ સમક્ષ રજુ કરવાનો આદેશ કર્યો છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચ્યા

નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી 16 વર્ષિય સગીરા પર ગેંગ રેપ આચરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસરકારક કામગીરી કરીને આરોપીઓ મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર અને શાહરૂખ બનજારાને તાંદલજા વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યા હતા. તેમની સાથે બાઇક પર જનાર સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચેય આરોપીઓને તાજેતરમાં વડોદરાની મધ્યસ્થ જેલમાંથી અત્રેની કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓએ વકીલ રોકવા માટે મુદત માંગી હતી. જેથી બીજી તારીખ પડી હતી.

12, નવે.એ ફરી કોર્ટ સમક્ષ તમામને હાજર કરવા માટેનો આદેશ

કોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરોજ પાંચેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સૈફઅલી બનજારા અને અજમલ બનજારાએ વકીલ રોક્યા હોવાનું હાલ સપાટી પર આવી રહ્યું છે. જ્યારે દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપીઓએ વકીલ રોકવા માટે વધુ મુદત માંગતા કોર્ટે12, નવે.એ ફરી કોર્ટ સમક્ષ તમામને હાજર કરવા માટેનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો -- VADODARA : સેવા સેતુની અરજીઓના નિકાલમાં જિલ્લો રાજયભરમાં ચોથા ક્રમે

Tags :
accusedaskbhaylicaseforgangRapetimeVadodara
Next Article